ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું, 30મીએ રાજ્યભરમાં ચક્કાજામનું કોંગ્રેસનું એલાન

ખેતરમાં વીજપોલ નાખવા માટે ખેડૂતોને વળતર આપવામાં થતા અન્યાયના મુદ્દે મોરબી પંથકથી ફૂંકાયેલુ આંદોલનનું વાવાઝોડૂ ચક્રવાત બનીને રાજ્યભરમાં ફેલાયુ છે.. આ આંદોલનમાં ઝૂંકાવનાર આમ આદમી…

ખેતરમાં વીજપોલ નાખવા માટે ખેડૂતોને વળતર આપવામાં થતા અન્યાયના મુદ્દે મોરબી પંથકથી ફૂંકાયેલુ આંદોલનનું વાવાઝોડૂ ચક્રવાત બનીને રાજ્યભરમાં ફેલાયુ છે.. આ આંદોલનમાં ઝૂંકાવનાર આમ આદમી પાર્ટીને અખીલ ભારતીય સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇ, ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના અધ્યક્ષ જયેશ પટેલ, સહિતના આગેવાનોએ આડે હાથ લઇને એવો આક્ષેપ કર્યો છે કે, આપ પાર્જ્ઞી રાજકીય શખ ખાટવા કૂદાકૂદ કરી રહી છે. હક્કિતમાં આપ પાર્ટી ભાજપની જ બી ટીમ છે. દરમિયાન ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષે આગામી તા.30મીએ ખેડૂતોની મુખ્ય માંગ સાથે રાજ્યભરમાં રોડ ચક્કાજામ કરવાનુ રણશીંગુ પણ ફૂકયુ છે.

અખિલ ભારતીય સેવાદળના રાષ્ટ્રિય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ખેડૂત આંદોલનમાં આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ સાબિત થઈ છે. છેલા 6 મહિના ગામે ગામ જઈ કોંગ્રેસના સાથીઓ એ ખેડૂતોને મળી સોમનાથ ટંકારામાં ટ્રેક્ટર યાત્રા કરી, ખેતરોની વચ્ચે સોનાની થાળીમાં લોઢાની મેખ નાખી, અમારી લડતને કારણે 38 લાખ પ્રતિ થાંભલે 55 લાખ આપવાની ઓફર થઈ હતી. વીજ પોલમાં તમને ફાવે તેવું વર્તન નહીં, 2013ના કાયદા મુજબ બજાર ભાવના 4 ગણા ભાવ આપો, કિસાન કોંગ્રેસ સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આંદોલન શરૂૂ થયું હતું, ભાજપ અને તેની ભગિની સંસ્થા ભારતીય કિસાન સંઘ એ કારસો કર્યો, આમ આદમી પાર્ટીને સ્પષ્ટ કહ્યું હતું કે સમર્થન કરવું હોય તો ખેડૂતોના ખેતરમાં જઈને કરો, રાજકીય સ્ટંટ કરવા, અને પીઠમાં ખંજર મારવાનું કામ કર્યું હતું. પોલીસ અને ખેડૂતો વચ્ચે લાઠી ચાર્જના થાય, મર જવાન મર કિસાનના થયા માટે અમે ચૂપ રહ્યા, જેલમાં લાલજી દેસાઈ, પાલભાઈ આંબલિયા ગયા હશે અમે ક્યારેય ખેડૂતો પર અત્યાચાર નથી થવા દીધો, પાલભાઈ આંબલિયાને લીંબડે બાંધી માર્યા હતા છતાં ખેડૂતોને આંચ આવવા નથી દીધી.

જયારે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના અધ્યક્ષ જયેશ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના પ્રશ્ન પર આંદોલન ઊભું થયું હતું. આમ આદમી પાર્ટી દ્વારા આંદોલનને ગેરમાર્ગે દોર્યું હતું. કાર્યક્રમની જાહેરાત પહેલા જ કરી હતી, 15 જૂનનું જે આયોજન થયું હતું તે કરતા પણ વિશેષ પ્રકારના આયોજન થશે, ખેડૂતોના નિરાકરણ માટે કિસાન કોંગ્રેસ દ્વારા તાલુકા કક્ષા એ આવેદન અને ધરણા કરવામાં આવશે. કાર્યક્રમો બાદ મોટી કિસાન ટ્રેક્ટર રેલી ફરી કરવામાં આવશે. આગમી જે કાર્યક્રમ.થશે તે કિસાન કોંગ્રેસના નેજા હેઠળ થશે. 30 જૂનના રોજ ચક્કાજામનો કાર્યક્રમ થશે, ખેડૂતોના પ્રાણ પ્રશ્ન સંપૂર્ણ પણે સમાધાન નહી આવે ત્યાં સુધી અમે લડતા રહીશું. વિધાનસભા ઘેરવા નહીં સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ તેવું એલાન કર્યું હતું. કાયદો નહીં તોડીએ તે પેહલાથી કહ્યું હતું. આમ આદમી પાર્ટી એ સભાનું કહી ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા. લાઠીચાર્જ થાય તેવી અરાજકતા ઊભી થાય તેવા પ્રયત્ન કર્યા હતા.