Site icon Gujarat Mirror

ધ્રાંગધ્રામાં ખોટા દસ્તાવેજ બનાવી પાવર ઓફ એટર્ની દ્વારા જમીન પચાવવાનો પ્રયાસ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ખોટા દસ્તાવેજો બનાવી પાવર ઓફ એટર્ની દ્વારા ₹11,15,000ની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે ધ્રાંગધ્રા સિટી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ કાવતરું રચીને ફરિયાદીની વડીલોપાર્જિત જમીન પચાવી પાડવા માટે અંગ્રેજીમાં પાવર ઓફ એટર્ની બનાવી હતી. તેમણે ફરિયાદીની ખોટી સહીઓ કરી, ₹11,15,000 ચૂકવ્યા હોવાના ખોટા વાઉચરો બનાવ્યા અને આ દસ્તાવેજોનો ઉપયોગ કરી છેતરપિંડી આચરી હતી.આ અંગે પ્રેમજીભાઈ પુનાભાઈ લકુમ (ઉંમર 59, ધંધો: ખેતી, રહે. કુંભારપરા, ધ્રાંગધ્રા) દ્વારા 16 માર્ચ, 2026ના રોજ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

તપાસ અધિકારી એ.એમ. ચુડાસમાની ટીમે આરોપીઓના મોબાઈલ લોકેશન ટ્રેક કરીને તેમને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં (1) સંજયભાઈ ઉર્ફે બીલ્લો મનાભાઈ સરૈયા (ઉં.વ. 33, ભરવાડ), (2) ચંદ્રેશભાઈ ગોપાલભાઈ ગોલતર (ઉં.વ. 34, ભરવાડ), અને (3) સુરેશભાઈ ઉર્ફે કાઠી નાનુભાઈ રાતડીયા (ઉં.વ. 31, ભરવાડ)નો સમાવેશ થાય છે, જે તમામ ધ્રાંગધ્રાના રહેવાસી છે.

આ કામગીરીમાં પી.એસ.આઈ. એ. એમ. ચુડાસમા સાથે પો.હેડ કોન્સ. ધીરુભા એન. પરમાર, પો. હેડ કોન્સ. મૂળરાજસિંહ સોલંકી, પો. કોન્સ. સંજયભાઈ મુંધવા, પો. કોન્સ. નરેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ. સર્ફરાજભાઈ મલેક, પો.કોન્સ. પ્રતિપાલસિંહ ઝાલા, પો.કોન્સ. રણજીતસિંહ ઘનશ્યામસિંહ અને વુ.પો.કોન્સ. હિનાબેન દેવજીભાઈ સહિતના સ્ટાફના માણસો જોડાયા હતા.

Exit mobile version