ગુજરાત

રામપર રવેશીયા ગામે યુવાન અને તેના ભાઈ પર હુમલો

Published

on

જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા ચાર શખ્સો સામે ફરિયાદ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રામપર રવેશીયા ગામમાં રહેતા એક દલિત યુવાન અને તેના ભાઈ તેમજ તેના કાકા ઉપર હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે તેમજ દલિત જ્ઞાતિના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરવા અંગે રામ પર રવેશીયા ગામના ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે.

કે કાલાવડ તાલુકાના રામપર રવેશીયા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા ગૌતમભાઈ નાથાભાઈ કંટારીયા નામના 32 વર્ષના દલિત યુવાને પોતાના ઉપર પોતાના ભાઈ તેમજ પોતાના કાકા ઉપર હુમલો કરી પોતાને ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે તેમજ પોતે દલિત જ્ઞાતિ ના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરવા અંગે રામપર રવેશીયા ગામના ઝાલાભાઇ મઇરણભાઈ ગઢવી રાજમણ ગઢવી અને તેના બે અન્ય સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી અને તેના પરિવારજનો જેસીબી મશીનથી જમીનની સાફ સફાઈ કરાવતા હતા, જેમાં વાંધો ઉઠાવીને ચારેય આરોપીઓ આવ્યા હતા, અને હુમલો કરી દઈ હંગામો મચાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે એસ્ટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version