Site icon Gujarat Mirror

જેતપુર તાલુકામાં લાકડા હટાવવા હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામે લાકડાનો ઢગલો ખસેડવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. આ વિવાદમાં એક મહિલા આશા વર્કર પર ત્રણ વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામે રહેતા કિરણબેન કૃશાલભાઈ સીંગલ જેઓ વ્યવસાયે આશા વર્કર છે, તેમણે તેમના ઘરની સામે રહેતા કંચનબેન પરમારને તેમના ઘર પાસે પડેલો લાકડાનો ઢગલો લઈ લેવા વિનંતી કરી હતી. આ સામાન્ય વાતચીત દરમિયાન આરોપીઓ એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને કિરણબેનને અપશબ્દો બોલવાનું શરૂૂ કર્યું હતું. થોડી જ ક્ષણોમાં વિવાદ વધુ વણસ્યો અને અન્ય બે આરોપીઓ, મહેન્દ્રભાઈ પરમાર અને છગનભાઈની પુત્રી ખુશી ત્યાં આવી પહોંચ્યા હતા.

આ ત્રણેય વ્યક્તિઓએ ભેગા મળીને કિરણબેનને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જપાજપી કરી હતી. આ હુમલામાં કિરણબેનને જમણા હાથની કોણીના ભાગે ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હુમલાખોરોએ જતી વખતે ફરિયાદીને “આજે તો તું બચી ગઈ છે, પણ હવે પછી તને જાનથી મારી નાખીશ” તેવી ગંભીર ધમકી આપી હતી. સારવાર બાદ કિરણબેને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ નીચે મુજબની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે

Exit mobile version