Site icon Gujarat Mirror

એસ્ટ્રોનનું નાલુ બે દિવસથી બંધ, વાહન ચાલકો પરેશાન

રાજકોટ શહેરનું વર્ષો જૂનું એસ્ટ્રોન ચોકનું નાલુ વાહન ચાલકો માટે શહેરમાં પ્રવેશવાનો સરળ બન્યો છે. આ નાલા નીચે સવારથી રાત્રી સુધી સતત વાહનો પસાર થાય છે. બાજુમાં આવેલ ફાટક અવાર-નવાર બંધ થતી હોવાથી રેલવે દ્વારા નાલુ બનાવવામાં આવેલ પરંતુ વરસાદી પાણીના નિકાલ માટેની લાઇન નાખવાનું કામ મનપાએ ચાલુ કરતા છેલ્લા બે દિવસથી વાહન ચાલકોએ ઇન્દ્રપ્રસ્થ અંડર પાસ અને જનકલ્યાણ ફાટકેથી ચાલવા મજબૂર બનવું પડ્યું છે.

Exit mobile version