રાષ્ટ્રીય

આસામ ગેંગરેપ કેસ: મુખ્ય આરોપી પામ્યો મૃત્યુ

Published

on

આસામના નાગાંવ ધીંગ ગેંગરેપ કેસના મુખ્ય આરોપી તફાઝુલ ઈસ્લામનું અવસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે તેને ક્રાઈમ સીન પર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તે પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો અને તળાવમાં કૂદી ગયો હતો. આરોપીનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે જણાવ્યું કે સવારે 4 વાગે તેને ક્રાઈમ સીન પર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે તળાવમાં કૂદકો માર્યો, જેના કારણે તેનું મોત થઈ ગયું.

પોલીસે જણાવ્યું કે બે કલાકની શોધખોળ બાદ આરોપીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના ગુરુવારે સાંજે બની હતી, જ્યારે ત્રણ ગુનેગારોએ એક માસૂમ બાળક પર ક્રૂરતા કરી હતી. ટ્યુશનમાંથી પરત ફરતી વખતે, ધોરણ 10ની એક વિદ્યાર્થીની પર ત્રણ શખ્સોએ કથિત રીતે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને તેને રસ્તાના કિનારે બેભાન કરી દીધી હતી. જ્યારે કોઈએ પીડિતાને ત્યાં નગ્ન પડેલી જોઈ તો તેણે પોલીસને જાણ કરી.

આ ઘટના બાદ આસામમાં ભારે વિરોધ પ્રદર્શનો
આ પછી, પીડિતાને ગંભીર હાલતમાં નાગાંવ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સગીર પર સામૂહિક બળાત્કારને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ભારે વિરોધ થયો હતો. આ ઘટનાને લઈને સ્થાનિક લોકો હજુ પણ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ ઉપરાંત વિવિધ સંગઠનો અને રહીશોએ આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતના બંધની માંગણી કરી છે.

અમે કોઈને છોડીશું નહીં
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ ઘટનાની નિંદા કરી છે. તેણે ટ્વીટ કર્યું કે સગીર સાથે બનેલી ભયાનક ઘટના માનવતા વિરુદ્ધ ગુનો છે. આનાથી આપણા સામૂહિક અંતરાત્માને ઠેસ પહોંચી છે. અમે કોઈને બક્ષશું નહીં અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવીશું. મેં આસામ પોલીસના ડીજીપીને સ્થળની મુલાકાત લેવા અને આવા રાક્ષસો સામે ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.

પીડિતાની હાલત સારી છે
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને રાજ્યના કેબિનેટ મંત્રી પીયૂષ હઝારિકાએ કહ્યું છે કે પીડિતાની હાલત અત્યારે સારી છે. ઘટના બાદ મંત્રી પિયુષ હજારિકાએ ધીંગની મુલાકાત લીધી હતી અને પીડિતાની તબિયત પૂછી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version