દેશની ફ્લેગશિપ યોજના ગણાતી અને 10મા ધોરણના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઓળખીને તેમનામાં રહેલી પ્રતિભાનું પોષણ કરતી રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા (NTSE) વર્ષ 2021થી અટકી પડી છે. કેન્દ્રની મોદી સરકાર સ્વ-પ્રચાર અને વારંવાર થતા વિદેશ પ્રવાસો માટે અમર્યાદિત સંસાધનો શોધી કાઢે છે, પરંતુ દેશના લાખો બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની મહત્વપૂર્ણ યોજના પાંચ વર્ષથી બંધ રાખીને શિક્ષણના અધિકારથી વંચિત રાખવાનું પાપ કરી રહી હોવાનો સ્પષ્ટ આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ કર્યો છે. શિક્ષણ અંગેની સંસદીય સ્ટેન્ડિંગ કમિટીએ પણ NTSE પરીક્ષા બંધ થવાને “ગંભીર ફટકો” ગણાવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
1970ના દાયકાથી (1963ની મૂળ યોજનાના આધારે) સતત ચાલતી આ યોજના દર વર્ષે સમગ્ર દેશમાંથી 8થી 9 લાખ ઉમેદવારોમાંથી લગભગ 2,000 મેરિટોરિયસ વિદ્યાર્થીઓની પસંદગી કરતી હતી. આ યોજના માધ્યમિક શાળાથી લઈને અનુસ્નાતક અને ડોક્ટરલ સ્તર સુધી માસિક સ્કોલરશિપ અને માર્ગદર્શન પૂરું પાડતી હતી, જેનાથી ટેલેન્ટની એક મજબૂત પાઇપલાઇન બનતી હતી. ગુજરાત રાજ્યમાં પણ આ રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા (NTSE) માં 50,000 કરતા વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ભાગ લેતા હતા, જેમાંથી 200 થી 300 વિદ્યાર્થીઓને આ વિશેષ તક મળતી હતી. જોકે, તાજેતરની સમીક્ષાઓ અને 24 સપ્ટેમ્બર 2025ના રોજ ઇન્ટર-મિનિસ્ટેરિયલ ક્ધસલ્ટેશન માટે ફરીવાર “NTSE 2.0” નો ડ્રાફ્ટ એક્સપેન્ડિચર ફાઇનાન્સ કમિટી મેમો પરિભ્રમણ કરવા છતાં, શિક્ષણ અને નાણા મંત્રાલય વચ્ચે નાણાકીય મંજૂરીના અભાવે આ પ્રસ્તાવ અધ્ધરતાલ અટકી ગયો છે.
કોંગ્રેસના પ્રવક્તાએ આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર કરોડો રૂૂપિયા પ્રચાર-પ્રસાર અને મોટી જાહેરાતોમાં વેડફી નાખે છે. માહિતી અધિકાર કાયદા (છઝઈં) હેઠળ પ્રાપ્ત માહિતી મુજબ, વર્ષ 2020થી પ્રિન્ટ, ટીવી/રેડિયો, આઉટડોર અને ડિજિટલ મીડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રોત્સાહન આપતી જાહેરાતો અને પ્રચાર અભિયાનો પર કેન્દ્ર દ્વારા લગભગ રૂૂ. 2,586 કરોડ જેટલી માતબર રકમ ખર્ચવામાં આવી છે. આ ઉપરાંત, વર્ષ 2021થી વડાપ્રધાનના વિદેશ પ્રવાસો પાછળ પણ ઓછામાં ઓછા રૂૂ. 555 થી 557 કરોડનો ખર્ચ થયો છે. સ્વ-પ્રચાર અને આંતરરાષ્ટ્રીય પ્રવાસો માટે વિપુલ પ્રમાણમાં નાણાં ઉપલબ્ધ છે, પરંતુ દાયકાઓથી ચાલતી આ રાષ્ટ્રીય પ્રતિભા યોજના માટે નાણાકીય ભંડોળની અછત દર્શાવવામાં આવી રહી છે, જે સરકારની ખોટી પ્રાથમિકતાઓ દર્શાવે છે.
