Site icon Gujarat Mirror

જસદણમાં યુવતીનું અપહરણ કરી અમદાવાદમાં દુષ્કર્મ આચરનાર શખ્સ ઝડપાયો

જસદણ તાલુકામાં અપરણિત યુવતીના અપહરણ અને દુષ્કર્મ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ ઘટનાને પગલે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી મોહન પરમાર ઇકો કારનો ઉપયોગ કરીને મહિલાઓને કામના બહાને લઈ જતો હતો. તે દોરાના કારખાનામાં કામ અપાવવાની લાલચ આપી મહિલાઓને વિશ્વાસમાં લેતો હતો.
ઘટનાના દિવસે, કારખાનાની અન્ય છોકરીઓ બહાર ગઈ હોવાથી એક યુવતી એકલી હતી. મોહન પરમાર તેને લઈ ગયો હતો. ફરિયાદ મુજબ, આરોપીએ યુવતીનું અપહરણ કરી તેને અમદાવાદ લઈ ગયો હતો, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

યુવતીના પરિવારજનોને શંકા જતાં તેમણે જસદણ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને યુવતીને વાડીએથી આરોપીના ચુંગાલમાંથી સુરક્ષિત રીતે મુક્ત કરાવી હતી.

જસદણ પોલીસે આ મામલે ગંભીરતા દાખવી આરોપી મોહન પુનાભાઈ પરમારની ધરપકડ કરી છે. તેની સામે અપહરણ અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ આરોપીએ અગાઉ પણ આવી કોઈ ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ, તેમજ આમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે વધુ તપાસ કરી રહી છે.

Exit mobile version