ઉના પંથકમાં એક સગીર બાળક સાથે કથિત રીતે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાની હકીકત બહાર આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને ખળભળાટ મચી ગયો છે.
બનાવ અંગે સગીરના પરિવારજનોએ ઉના પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.ફરિયાદ મુજબ, પીડિત સગીર બાળક લાંબા સમયથી માનસિક દબાણ માં રહેતો હતો. આખરે તેણે પોતાની માતાને પોતાના પર કથિત રીતે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતું હોવાની જાણ કરતાં પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
બાળકની શારીરિક અને માનસિક સ્થિતિ બગડતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે.પરિવારજનોએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણેક મહિનાથી આરોપી ઓ દ્વારા સગીરને સતત ધાકધમકી આપી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવતું હતું. જો કોઈને જાણ કરશે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી ધમકી આપી બાળકને ડરાવી રાખવામાંઆવતોહોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં વધુમાં એવું પણ જણાવ્યું છે કે આરોપી ઓ એ સગીરના વીડિયો બનાવી તેને બ્લેકમેઇલ કર્યો હતો જેના કારણે આ બાળક પોતાના ઘરે થી પૈસા ની ઉઠાંતરી કરી આ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર ને આપતો હતો ધમકી આપી તેની પાસેથી પૈસા પણ પડાવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ બહાર આવતા પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.પોલીસ ફરિયાદ અનુસાર આ કૃત્યમાં બે વ્યક્તિઓ સંડોવાયેલાહોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમાં એક પુખ્ત વયનો વ્યક્તિ અને એક સગીર યુવકનો સમાવેશ થાય છે. બંને સામે સંબંધિત કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઉના પોલીસ ને તબીબ દ્વારા જાણ કરાતા ગુન્હા ની ગંભીરતા ને ધ્યાને લઇ ને પીએસઆઇ સરવૈયા પીએસઆઇ મુછાર પીએસઆઇ બોરીચા હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર ઘટનાની વિવિધ દિશામાં તપાસ શરૂૂ કરી છે. પોલીસ દ્વારા પીડિત બાળકનું નિવેદન, તબીબી પુરાવા તેમજ અન્ય ડિજિટલ અને પરિસ્થિતિજન્ય પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર શખ્શો એ વિડીયો અને ઓડીયો પણ બનાવ્યા હોવાનું ભોગ બનેલા બાળક ની માતા એ આક્ષેપો કર્યા હતા એક ઓડિયો પણ શોસિયલ મિડીયા પર વાયરલ થઇ હોવાનું જાણવા મળ્યું છે.
