ગુજરાત
કોંગ્રેસના 24 શહેર-જિલ્લા ઓબીસી ચેરમેનોની નિમણૂક
રાજકોટ શહેરમાં હાર્દિકસિંહ પરમાર-જિલ્લામાં લાખાભાઈ ડાંગર, જામનગરમાં રામજીભાઈ ડાંગર અને હિતેષ જોષીને ચેરમેન બનાવાયા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ દ્વારા સંગઠનાત્મક નિમણુકો જાહેર કરવામા આવી છે. અને 24 શહેર-જિલ્લાના કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેનોની નિમણુંકો કરવામા આવી છે.
ગુજરાત કોંગ્રેસ સમિતિ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા ઓલ ઈન્ડિયા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન અજય યાદવ પાસે ગુજરાતના વિવિધ શહેર-જિલ્લાના ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન રાજેશભાઈ ગોહિલ અને કાર્યકારી ચેરમેન મહેશ રાજપૂત દ્વારા દરખાસ્ત કરવામા આવી હતી. જેને મંજુરી આપવામાં આવી છે.
નવી નિમણુંકો મુજબ રાજકોટ શહેર કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન પદે હાર્દિકસિંહ પરમારની અને જિલ્લામાં લાખાભાઈ ડાંગરની નિમણુંક કરવામા આવી છે. જ્યારે જામનગરમાં જિલ્લામાં હિતેષ જોશી અને શહેરમાં રામજીભાઈ ડાંગરની તેમજ જૂનાગઢ જિલ્લામાં રૂતુરાજ અગ્રાવત તથા જૂનાગઢ શહેરમાં પંકજભાઈ ભરડા (કોળી)ની નિમણુંક કરવામાં આવી છે.
આ ઉપરાંત મોરબીમાં મનસુખભાઈ વાઘેલા તથા કચ્છ જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન પદે લતિફ ખલિફાની, પોરબંદરમાં દિલિપભાઈ મોકરિયા, ભાવનગરમાં જીતુભાઈ વાઘેલા, ભાવનગર શહેરમાં કાંતિભાઈ ગોહિલ, દેવભૂમિ દ્વારકામાં મશરીભાઈ કરમુર, ગીર સોમનાથમાં હિરાભાઈ ઝાલા તેમજ સુરેન્દ્રનગરમાં તળપદા કોળી મથુરભાઈ ગોપાલની ચેરમેન તરીકે નિમણુંક કરાઈ છે.
ચૂંટણીઓમાં 27 ટકા અનામત અને જાતિગત વસતી ગણતરી મુખ્ય માગણી
કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના નવા શહેર-જિલ્લા પ્રમુખો દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી ચૂંટણીમાં 27 ટકાનો અમલ કરવા અને જાતિગત વસતી ગણતરી કરવાની માંગણી સાથે ઝુંબેશ શરૂ કરવામાં આવશે તેમ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી મહેશ રાજપૂતે જણાવ્યું હતું તેમણે જણાવેલ કે, કોંગ્રેસથી વિમુખ થયેલ ઓબીસી સમાજને ફરી કોંગ્રેસ તરફ વાળવા અમારી પ્રાથમિકતા રહેશે.