ગુજરાત

વીજ કર્મચારીઓને કાળજીપૂર્વક કામગીરી કરવા અપીલ

Published

on

રાજ્યમાં સર્જાયેલ પૂરની સ્થિતિ વચ્ચે વીજ અધિકારીઓ- કર્મચારીઓની મહેનતને બિરદાવતા ઊર્જા સંકલન સમિતિ અને જીબિયાના હોદ્દેદારો

ગુજરાતમાં અતિ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયેલ હોવાથી છેલ્લા સાત દિવસથી વીજ કર્મચારીઓ અને અધિકારીઓ રાત- દિવસ વીજ પુરવઠો પુર્વવત કરવા જહેમત ઉઠાવી રહ્યા છે ત્યારે ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ અને જીઇબી એન્જિનિયર્સ એસો.ના બી.એમ. શાહ, એચ.જી. વઘાસીયા અને બળદેવ પટેલે અધિકારીઓ- કર્મચારીઓને અભિનંદન આપી વીજ અકસ્માત ન સર્જાય તે હેતુથી કાળજી પૂર્વક કામગીરી કરવા અપીલ કરી છે.


અખબારી યાદીમાં તેમણે જણાવેલ છે કે, હાલમાં રાજ્યના મોટા ભાગના તમામ વિસ્તારોમાં અવિરત વરસાદ વરસતાં અતિવૃષ્ટીની પરિસ્થિતિઓ ઉભી થયેલ છે. રાજ્યના તમામ જિલ્લાઓના સમગ્ર વિસ્તારોમાં અતિશય વ2સાદ પડતા અનેક વિસ્તા2ો બેટમાં ફેરવાયા છે અને અવિરત વ2સતાં વ2સાદને કા2ણે વીજ પુ2વઠો ખો2વાયો છે તેમજ ભારે પવનના કા2ણે અનેક જગ્યાએ થાંભલાઓ પણ ભાગ્યા છે તેમજ એમજીવીસીએલ કંપનીમાં વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પાણીએ ભારે તારાજી સર્જતા પ્રજાની સલામતી માટે અનેક વીજ ફિડરો અને ટ્રાન્સફોર્મર બંધ કરેલ છે અને જેમ જેમ પાણી ઓસરતાં સદર વીજ ફિડરો ચાલુ કરી વીજ પ્રવાહ ચાલુ ક2વામાં આવશે જે તમામ કામગીરી માટે ડિસ્કોમ અને જેટકો કંપનીના ટેકનિકલ કર્મચારીઓ અને અધિકારીશ્રીઓ સતત કામગીરી કરી પ્રજાને અવિરત વીજ પુરવઠો પૂરો પાડવા કટિબદ્ધ છે.


ઉર્જા ક્ષેત્રના ટેકનિકલ કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા રાજ્ય સરકારના અન્ય વિભાગના કર્મચારીઓ કરતાં અલગ પ્રજાના દુ:ખોને પોતાના દુ:ખો ગણીને ઝડપીમાં ઝડપી દૂ2 ક2વા અગ્રેસર ભાગ ભજવે છે જેના ઉત્તમ ઉદાહરણ સને-2001 માં કચ્છમાં આવેલ ભૂકંપ સમયમાં કરેલ કામગીરી સને-2007 માં સુરતમાં આવેલ પૂરમાં કરેલી કામગીરી તેમજ ગત બે વર્ષ દરમ્યાન રાજ્ય પર આવેલ આફતો તૌક’તે અને ટૂંકાગાળામાં વીજ પાવર પૂર્વવત: કામગીરી કરીને રાજ્ય સરકાર દ્વારા બિરદાવેલ છે.
હાલની પરિસ્થિતિમાં ડિસ્કોમ અને જેટકો કંપનીના ટેકનિકલ કર્મચારીઓં અને અધિકારીઓને કેડ સમા પાણીમાં અંતરીયાળ વિસ્તારોમાં અને ઝાડી ઝાખરાથી ભરેલા તેમજ ગંદકીવાળા અને અવાવરૂૂ વિસ્તારોમાં પરિવાર અને કુટુંબની ચિંતા કર્યા સિવાય પ્રજાની સુખાકારી માટે ફરજ બજાવી રહ્યા છે ત્યારે તમામ ફિલ્ડમાં ફરજ બજાવતા ટેકનિકલ કર્મચારીઓ અને અધિકારીઓને કોઈ પણ પ્રકા2ની ઉતાવળ કર્યા સિવાય કંપનીના સલામતી સાધનોનો ફરજિયાત ઉપયોગ કરી કંપની દ્વારા પ્રસ્થાપિત કરેલ નીતિ નિયમો ધ્યાને રાખી કામગીરી ક2વા વિનંતી સહ જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version