ડ્રગ્સના દૂષણને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી જેની રાજકોટ ઝોન ઓફિસ શરૂૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં 5 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓના તાબામાં ટાસ્ક ફોર્સ સમગ્ર રાજ્યમાં કામગીરી કરશે. તેઓ માત્ર ડ્રગ્સની હેરાફેરી, વેચાણ કે ગેરકાયદે ઉત્પાદન પર નજર રાખી કેસો કરશે. રાજ્યમાં તમામ છ ઝોનમાં આ યુનિટ શરૂૂ કરવાની કામગીરી ચાલી રહી છે.
રાજ્યમાં ખાસ કરી શહેરી વિસ્તારમાં ડ્રગ્સના દૂષણને અટકાવવા માટે રાજ્ય સરકારે તત્કાળ અસરથી એન્ટિ નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય લીધો હતો. સીઆઈડી ક્રાઈમના ઉચ્ચ અધિકારીઓના તાબામાં રહીને ટાસ્ક ફોર્સ કામગીરી કરશે. ટાસ્ક ફોર્સમાં પાંચ ડીવાયએસપી, 11 પીઆઈ, છ વાયરલેસ પીએસઆઈ સહિત કુલ 22 પીએસઆઈ મળી 154નું મહેક મંજૂર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છ નવા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સમાં ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બોર્ડર ઝોનમાં કાર્યરત થશે. આ ઝોનલ માળખું રાજ્યના દરેક ખૂણામાં ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મદદ કરશે. જેમાં 34 અધિકારી કર્મચારી સાથે હવે 211નું મહેકમ થશે વર્તમાનમાં કાર્યરત નાર્કોટિક્સ સેલને વધુ શક્તિશાળી બનાવવા માટે આ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સ ઊભા કરી તેમાં 1 એસ.પી., 6 ડીવાયએસપી અને 13 પીઆઇ સહિત કુલ 177નું વધારાનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. અગાઉ નાર્કોટિક્સ સેલમાં 34 અધિકારી કર્મચારી હતાં, જે હવે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ ઓપરેશનલ થતા 211 અધિકારી કર્મચારીનું મહેકમ થશે. આ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર અને માત્ર એનડીપીએસ સંબંધિત ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ યુનિટ્સનું સમગ્ર સુપરવિઝન સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવશે.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, આ ઝોન વાઇઝ પોલીસ સ્ટેશનો દ્વારા ડ્રગ્સના ગુનાઓની તપાસમાં એકસૂત્રતા જળવાઈ રહેશે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સ દ્વારા નોંધાયેલા ગુનાઓની તપાસ વ્યવસ્થિત રીતે થઈ શકશે, જેનાથી આરોપીઓને કડક સજા અપાવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે. તપાસમાં સુપરવિઝન સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગઉઙજ કેસોની તપાસમાં ’ટોપ ટુ બોટમ’ અને ’બોટમ ટુ ટોપ’ અભિગમ અપનાવવામાં આવશે, જેમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટનું સુપરવિઝન અસરકારક સાબિત થશે. આ યુનિટ્સ વારંવાર એનડીપીએસના ગુના આચરતા તત્વો, સિન્ડિકેટ માળખું અને ઇન્ટર-સ્ટેટ નાર્કો ઓફેન્ડર્સની માહિતી એકત્રિત-સંકલિત કરીને ડેટા આધારે એનાલિસિસ કરી આ પ્રકારના ગુનેગારો સામે સઘન કાર્યવાહી કરવા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ મહત્વની ભૂમિકા ભજવશે તેમજ એનડીપીએસની કાર્યવાહીને વેગ મળશે જે રીતે અસામાજિક તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી થાય છે, તે જ રીતે એનડીપીએસના ગુનેગારો સામે પીટ એનડીપીએસ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે, ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ યુનિટની મદદથી હવે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા ડ્રગ્સ માફિયાઓ સામે કડક પગલાં ભરવામાં વેગ મળશે.
આ ટાસ્ક ફોર્સની ટીમો રાજ્યમાં ચાલતા ગેરકાયદે ડ્રગ્સની હેરાફેરી, વેચાણ અને ઉત્પાદનને રોકવાની કામગીરી રહેશે. સીઆઈડી ક્રાઇમના તમામ છ ઝોનમાં ટાસ્ક ફોર્સના યુનિટ શરૂૂ કરવાના આયોજનના ભાગરૂૂપે રાજકોટ યુનિટ કાર્યરત કરવમાં આવ્યું છે.

