ડિમોલિશન કટકીકાંડના વિવાદ વચ્ચે સાત વર્ષ પહેલા આવાસની સબસીડીના કાર્યક્રમમાં લાભાર્થીઓ માટે રખાયેલી છાશનું બિલ પ્રગટ થયું
રાજકોટના જંગલેશ્ર્વરમાં કરાયેલા મેગા ડિમોલિશનના લાખેણા ખર્ચનો વિવાદ સળગી રહ્યો છે ત્યારે ભુતકાળમાં પણ થયેલા આવા જ કટકીના એક પછી એક બીલ પણ ઓનેપેપર સામે આવી રહ્યા છે. આ અગાઉ જામનગર રોડ વાલ્મીકી સફાઇ કામદાર આવાસ યોજનાના લાભાર્થીઓને સબસીડીના ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. તેમા લાભાર્થીઓને છાશ પીરસવામા આવી હતી. કાર્યક્રમમાં 193 લાભાર્થી અને મનપાના સ્ટાફ સહિત 300ની સંખ્યા હતી.
મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ખાણીપીણીમાં થતી ખાયકી આજકાલની વાત નથી. 2017માં પણ આવી જ રીતે છાશ કૌભાંડ થયું હતું. તા. 28 મે 2017ના રોજ જામનગર રોડ પર વાલ્મિકી વાડી પાસે વાલ્મિકી સફાઇ કામદાર આવાસ યોજનાના લાભાર્થીઓને સબસીડી ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 193 લાભાર્થીઓ હતા. અને આ વખતે લોકોને છાશ આપવામાં આવી હતી. તેનો ખર્ચ રૂૂ. 45 હજાર થયો હતો.
આ મુજબ સાદી છાશના એક ગ્લાસનો ખર્ચ 153 રૂૂપિયાથી વધુ થયો હતો. આ સામે કોંગ્રેસે વિરોધ ર્ક્યો હતો અને તત્કાલિન કમિશનર બંછાનીધી પાની તેમજ સંબંધિત અધિકારીઓને મફતમાં છાશ પીવડાવી દેખાવો કર્યો હતો.! હવે જંગલેશ્ર્વરમાં જ્યાફત ઉડાવનારા અધિકારીઓ ફરી એકવાર શકના ધેરામાં આવી ગયા છે ત્યારે છાશમાં થયેલી કથિત કટકી પણ વાયરલ થઇ છે.
જાણવા એ પણ મળ્યુ છે કે, છાશ વિતરણ એ કઇ રેટ કોન્ટ્રાક્ટ ન હતો. પણ છુટક ખર્ચ પેટે ઉધારવામા આવેલો હતો. કેટલી છાશ આવી? ક્યાથી આવી? તેવો કોઇ હિસાબ આપ્યા વગર ઉભડક ખર્ચ પેટે રૂૂ.45 હજાર મંજૂર કરી દેવામા આવ્યા હતા.
