Site icon Gujarat Mirror

દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એકવાર નકલી અધિકારી ઝડપાયા છે. થોડા સમય પૂર્વે નકલી એડીશનલ કલેકટર, કમીશ્નર વિગેરે મસમોટા નકલી હોદ્દા ધારણ કરનાર યુવાન ઝડપાયા બાદ ગતરાત્રિના પોલીસ કોમ્બીંગ દરમ્યાન જિલ્લા પોલીસના ટ્રાફીક વિભાગ દ્વારા નકલી સી.આઈ.ડી. અધિકારીની ઓળખ આપનારા અમદાવાદી ભેજાબાજોને ઝડપી લીધા છે.

ખંભાળીયા જામનગર નેશનલ હાઈવે રોડ પરથી જિલ્લા પોલીસના ટ્રાફીક વિભાગે કાળા રંગની સ્કોર્પીયો કારમાં સરકારી ગાડીમાં હોય તેવા લાલ અને બ્લ્યુ સાયરન લગાવી નિકળેલા અમદાવાદ જિલ્લાના દિગ્વીજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર અને કૃષ્ણપાલસિંહ મહિપતસિંહ સિસોદીયા નામના બે યુવાનોને શંકાને આધારે ગાડીને રોકી પૂછપરછ અને ગાડીની તલાશી લેતાં તેઓ કોઈપણ હોદ્દો ન હોવા છતાં સીઆઈડી ગુજરાત સ્ટેટનું નકલી ઓળખકાર્ડ દેખાડી રોફ જમાવતા હોવાનું ખૂલ્યું હતું. સાથે જ ગાડીની ચકાસણી કરતાં તેમાંથી બીયરનો જથ્થો પણ મળી આવતાં બંને આરોપી યુવાનો વિરૂૂધ્ધ બે અલગ અલગ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસ દેવભૂમિ દ્વારકા પોલીસ ચલાવી રહી છે.

Exit mobile version