રોંગ સાઈડમાં આવી રહેલ ઈકોચાલક સહિત બે વ્યક્તિ થયા ઈજાગ્રસ્ત
ઉપલેટાના ડુમિયાણી અને સુપેડી વચ્ચે બે વાહન સામસામે અથડાતા ઈકો ગાડી અને છોટા હાથી ટેમ્પો સામસામે અથડાયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ રોંગ સાઈડમાં આવી રહેલ જીજે(11)બીએડ/3403 નંબરની ઈકો ગાડી રાઈટ સાઈડમાંથી આવી રહેલ છોટા હાથી ટેમ્પો સામે ધડાકાભેર અથડાયા હતા.
ઈકો વેન ગાડી ચાલક કેતન છાસીયા 30 વર્ષ અને હેમંત છગનભાઈ રાઠોડ 35 વર્ષ એમ બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ઈકો વેન ગાડી ચાલક જૂનાગઢના પરબ વાવડી ગામના કેતન છાસિયાને જમણા પગમાં ફેક્ચર સાથે ગંભીર ઈજા થયેલી હતી જ્યારે હેમંતભાઈ રાઠોડને હાથમાં સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તોને ડુમિયાણી ટોલ પ્લાઝા હાઈવેની એમ્બ્યુલન્સમાં પેરા મેડિકલના ડો. કમલેશભાઈ સોલંકી, હેલ્પર મુકેશભાઈ વાળા તથા પાઈલોટ રાહુલભાઈ પરમાર દ્વારા તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવાર આપી ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વધુ આગળ તપાસ પોલીસ ચલાવી રહી છે.