કુખ્યાત ભૂમાફિયા અલ્પેશ દોંગા સામે વધુ એક ગુનો નોંધાયો, 7 લાખની લોન સામે 64 લાખ પડાવ્યા

જૂની મેંગણી ગામના ખેડૂતની જમીન પડાવી લેવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ રાજકોટના કુખ્યાત ભૂમાફિયા અલ્પેશ દોંગાની વિરુદ્ધ લોધિકા પોલીસમાં વધુ એક ગુનો નોંધાયો છે. કોટડાસાંગાણી…

જૂની મેંગણી ગામના ખેડૂતની જમીન પડાવી લેવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ

રાજકોટના કુખ્યાત ભૂમાફિયા અલ્પેશ દોંગાની વિરુદ્ધ લોધિકા પોલીસમાં વધુ એક ગુનો નોંધાયો છે. કોટડાસાંગાણી તાલુકાના જૂની મેંગણી ગામના એક ખેડૂતને ઊંચા વ્યાજે નાણાં આપી, 7 લાખની સામે રૂૂ.64 લાખ પડાવી કીમતી જમીન હડપ કરી લેવાના કેસમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. મળતી વિગતો મુજબ જૂની મેંગણી ગામે રહેતા ખેડૂત ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો પ્રેમજીભાઈ ભાલોડીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2018માં તેમની તબિયત સારી ન હોવાને કારણે તથા પુત્રોના અભ્યાસ અને ઘરખર્ચ માટે નાણાંની જરૂૂરિયાત ઊભી થઈ હતી. આ દરમિયાન નાના મવા રોડ પર આવેલી ‘પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ’ની જાહેરાત જોઈને તેઓ અલ્પેશ દોંગાની ઓફિસે પહોંચ્યા હતા.

જ્યાં આરોપી અલ્પેશ દોંગાએ 5 ટકા માસિક વ્યાજે નાણાં આપવાનું નક્કી કરી, સિક્યુરિટી પેટે ખેડૂતની 11 વીઘા વડીલોપાર્જિત જમીનનો સાટાખત તેના માણસો વિક્રમ ડાંગર અને મૌલિક શેખલિયાના નામે કરાવી લીધો હતો. શરૂૂઆતમાં બે લાખ અને બાદમાં પાંચ લાખ મળી કુલ 7 લાખ રૂૂપિયા આપ્યા હતા. સમય જતાં વ્યાજ અને મૂડી વધીને 32 લાખ રૂૂપિયા થઈ ગયા હોવાનું કહી અલ્પેશે ખેડૂત પર દબાણ વધાર્યું હતું. એટલું જ નહીં, અલ્પેશ દોંગાએ છેતરપિંડીથી આ જમીનનો દસ્તાવેજ તેના મળતિયાના ભાઈ અરવિંદ ડાંગરના નામે કરાવી લીધો હતો.

બાદમાં વ્યાજની રકમ ચૂકતે કરવાના બહાને ખેડૂતની 2 એકર જમીનનો દસ્તાવેજ તેના સંબંધીના નામે કઢાવી લીધો હતો અને એક પણ રૂૂપિયો ચૂકવ્યો ન હતો.જ્યારે ભોગ બનનાર ખેડૂતે પોતાના નાણાં અને જમીન પરત માંગી, ત્યારે કુખ્યાત ભૂમાફિયા અલ્પેશ દોંગાએ ઉશ્કેરાઈને તારાથી થાય તે કરી લેજે, હું તારા જેવા કેટલાય માણસોની જમીન ખાઈ ગયો છું, હવે મારી પાસે આવતો નહિ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ સમગ્ર પ્રકરણમાં અલ્પેશ દોંગાએ માત્ર 7 લાખ રૂૂપિયા વ્યાજે આપીને ખેડૂત પાસેથી બે એકર જમીનનો દસ્તાવેજ પડાવી લઇ વિવિધ નાણાકીય વ્યવહારો કરી કુલ 64 લાખ રૂૂપિયા જેટલી રકમ ખંખેરી લીધી હોવાનું બહાર આવ્યું છે. ખેડૂતે લોધિકા પોલીસ મથકમાં કુખ્યાત ભૂમાફિયા અલ્પેશ દોંગા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.