Site icon Gujarat Mirror

સાવરકુંડલામાં કતલખાને લઈ જવાતી 6 ભેંસોનો જીવ બચાવતાં જીવદયાપ્રેમીઓ

કતલખાને ભેંસોને મોકલનાર માલિક ટ્રક, માલિક ડ્રાઈવર તેમજ પ્રવૃત્તિમાં સંડોવાયેલ વિરૂધ્ધ ફરિયાદ

સાવરકુંડલા તાલુકાના વંડાપોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે જેમાં જીગ્નેશભાઈ ભોળાભાઈ બાંભણીયા રહે.વંડા પોલીસે સ્ટેશને આવી જાહેર કરી ફરિયાદ માં દર્શાવ્યું હતું કે આશરે છેલ્લા આઠેક દિવસથી સાવરકુંડલા થી ભાવનગર ભેંસો ભરીને કતલખાને લઇ જતા હોવાની માહીતી સતત મળી રહી હતી.

ત્યારે સાંજના આશરે કલાક-19/35 વાગ્યે વંડા બસ સ્ટેશન ખાતે ફરિયાદી પોતે અને વંડા મુકામે રહેતા અન્ય ગૌ-રક્ષકો જેમાં ભરતભાઈ સાટીયા,વિપુલભાઈ ખસીયા ગોપાલભાઈ ટોળીયા અને યોગેશભાઈ મેર એ રીતેના પાંચેય ઉભા હતા તે વખતે સાવરકુંડલા તરફથી તાલ-પતરીથી ડાકેલ એક આઇસર ટ્ર: ૠઉં 04 અઠ 7593 વાળો પસાર થતા જે ટ્રક માં માલઢોર ભરેલાની અમોને શંકા જતાપાંચેય મિત્ર પોતાના ત્રણ ટુ વ્હીલ મો.સા. લઇને આ ટ્રકનો પીછો કરી ટ્રક ડ્રાઇવરને ટ્રક રોકવા જણાવેલ પરંતુ ટ્રક ડ્રાઇવર પોતાના હવાલા વાળી ટ્રક રોકવાના બદલે ટ્રકને વધુ ગતીથી ચલાવી નાસવા લાગેલ જેથી તેનો પીછો કરેલ જે ટ્રક શેલણા ગામથી આગળ શ નદીના પુલ પાસે બધાયે વારાફરતી ટ્રેકની સાઈડ કાપીને ટ્રક ઉભી રખાવેલ અને ટ્રકના ડ્રાઇવરને નીચે ઉતારી ટ્રકની પાછળના ભાગે તાલ-પતરી ખોલીને જોતા આ ટ્રકમાં પાસચારા કે પાણીની સગવડ કર્યા વીના ભેસોને ટુંકા દોરડા વડે બાંધીને ખીચોખીચ ભરેલ હોય જે ભેંસો ની ગણતરી કરતા 06 ભેંસો તથા નંગ 01 પાડો હોવાનું માલુમ પડેલ આ ભેંસોને ટ્રકમા ભરીને કતલખાને લઈ જતા હો વાનો બધાને શક જતા આ ટ્રક ડ્રાઈવરનું નામ પુછતા તેણે પોતાનું નામ અકરમભાઈ ઉસ્માનભા ઈ. ડોડીયા ઉ.વ.28 ધંધો, ડ્રાઇવીંગ રહે, શિહોર હોવાનું જણાવેલ તેની પાસે અમોએ ભેંસોની હેરફેર કરવા અંગેના કાગળો માંગતા તેણે કહેલ કે. ટ્રકના કાગળો છે ભેંસોની હેરફેરના કોઇ કાગળો મારી પાસે હાલમાં નથી જેથી ગૌરક્ષકોએ ક.20/02 વાગ્યે 112 ઇમર જન્સી હેલ્પ લાઈનમા ફોન કરીને જાણ કરેલ જે 112 ની ગાડી સ્થળ ઉપર આવેલ અને 112 ની ગાડી ત્યાથી આ ટ્રકને સાથે લઇને વંડા મુકામે જવા નીકળેલ તેમજ આ ટ્રકમાં ભરતભાઈ સાટીયા આઇસર ટ્રેકમા બેસી ગયેલ અને ટ્રકને અમો ડ્રાઇવર સાથે વંડા પોલીસ સ્ટેશને લાવેલ હતાં.

Exit mobile version