Site icon Gujarat Mirror

નિવૃત્ત શિક્ષકને વાતોમાં ભોળવી 49 હજાર લઇ ભાગી ગયેલો આણંદપરનો ગઠિયો ઝડપાયો

રૈયારોડ પર આવેલા ચંદન પાર્કમમાં રહેતા નિવૃત શિક્ષક એસ્ટ્રોન ચોકમાં આવેલી બેંકમાંથી નાણા ઉપાડી બહાર નીકળતા ગઠીયાએ વૃધ્ધને સરકારી પેન્શનની સ્ક્રીમના નામે વાતોમાં વળગાવી રૂૂ.49,500 તફડાવી લઈ ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ પૈસા રીકવર કર્યા છે.
શહેરના રૈયા રોડ બાપા સીતારામ ચોકમાં આવેલા ચંદન પાર્ક શેરી નં.7માં રહેતા નિવૃત શિક્ષક જયેન્દ્રભાઈ જીવણભાઈ સોઢાએ એ ડિવિઝન પોલીસમાં અજાણ્યા શખસ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા.05ના બપોરના સાડા બારેક વાગ્યા આસપાસ હું મારા જાણીતા રિક્ષાવાળા હિતેશભાઈ સાથે એસ્ટ્રોન ચોકમાં આવેલ એસબીઆઈ બેંકમાં ગયેલ હતો ત્યારે હિતેશભાઈ તેની રિક્ષામાં બેઠા હતા. ઘર ખર્ચ માટે પૈસાની જરૂૂરિયાત હોય જેથી બેંકમાંથી મે રૂૂ.પ0હજાર ઉપાડ્યા હતાં. તેમાંથી રૂૂ.500 શર્ટના ખિસ્સામાં મૂક્યા જ્યારે રૂૂ.49,500 થેલીમાં મૂકી દીધા હતા.

બેંકમાંથી બહાર નીકળતાં અજાણ્યો શખસ મારી પાસે આવેલ અને કહ્યું કે તમે પેન્શનવાળા છો? જેથી મે જવાબમાં હા પાડતા જ શખસે મને સ્કીમ સમજાવું એમ કહી સાઈડમાં લઈ ગયેલ બાદ સ્કીમના લાભો મર્યાદિત સમય સુધી હોવાનું કહી સ્કીમનો લાભ લેવો હોય તો તમારી પાસે રહેલા પૈસા આપવા પડશે તેમ કહી પૈસા લઈને ત્યાંથી નાસી છુટયો હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા આનંદપર ગામે રહેતો ગુલાબ પોપટભાઈ હોથી હોવાનું ખુલતાં તેની ધરપકડ કરી ગયેલ મુદામાલ રીકવર કરવા પોલીસે કવાયત હાથ ધરી છે.

Exit mobile version