Site icon Gujarat Mirror

આનંદો… નોટરી સ્ટેમ્પની ટિકિટો હવે હેડ પોસ્ટ ઓફિસથી મળશે

રાજકોટ શહેરમાં તથા જિલ્લામાં આશરે 700 થી 800 જેટલા નોટરીઓની કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા નિયુકતી કરવામાં આવેલ છે.નોટરીનો દરજજો મામલતદાર સક્ષમ સુધીનો છે. નોટરીના લખાણમાં નોટરી-સ્ટેમ્પનો વપરાશ વધવાના કારણે નોટરી-સ્ટેમ્પની ટીકીટો મેળવવા માટે સરકારની તિજોરી કચેરી ખાતે કોડ પ્રમાણે ચલણથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની શાખા પૈસા ભર્યા બાદ બીજા દિવસે નોટરી ટીકીટ તિજોરી તરફથી ફાળવવામાં આવતી હતી.

આ બાબતે નોટરીઓને પડતી મુશ્કેલીઓના કારણે સરકારી તિજોરીના સક્ષમ અધિકારી ને અવારનવાર રજુઆતો કરવામાં આવી હતી. આ અંગે રાજકોટ જિલ્લા કલેકટરને આવેદન પત્ર રાજકોટ નોટરી એસોસીએશનના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ ,મંત્રી હસમુખભાઈ જોષી , ઉપપ્રમુખ યોગેશભાઈ ઉદાણી , બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના મેમ્બર દિલીપભાઈ પટેલ, સહિત વકીલોએ રજુઆત કરતા સરકારએ હકીકતોને ધ્યાને લઈ રાજકોટ હેડ પોસ્ટ ઓફીસમાંથી નોટરી સ્ટેમ્પ પ્રાપ્ત થશે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવતા રાજકોટ નોટરી એસોસીએશન દ્વારા તિજોરી અધિકારી એ. એ. કરમુરનો આભાર વ્યકત કરી હેડ પોસ્ટ ઓફીસ પ્રથમ માળ, તિજોરી વિભાગ ખાતેથી દરરોજ સવારના 10થી 2 વાગ્યા સુધી નોટરીની સ્ટેમ્પ આપવામાં આવશે તેમજ વિશેષમાં દરેક નોટરીને પાંચ શીટો જરૂૂરીયાત મુજબ દરરોજ આપવામાં આવશે તેવી ખાત્રી આપતા આભાર વ્યક્ત કર્યો.

 

Exit mobile version