Site icon Gujarat Mirror

ક્રિસ્ટલ મોલ પાસે બેકાબૂ કાર પલટી ગઈ

અચાનક વાહન આડું ઉતરતા સગીર ચાલક હેબતાઈ ગયો : કાબૂ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાઈ ગોથા ખાઈ ગઈ

શહેરમાં બેફામ સ્પીડે વાહન ચલાવી ચાલકો અવાર નવાર અકસ્માતો સર્જતા હોવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે કાલાવડ રોડપર ક્રિસ્ટલ મોલ પાસે વધુ એક બનાવમાં બેકાબુ કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી. જો કે, સદનસીબે વહેલી સવારનો સમય હોવાથી અન્ય વાહનો પસાર થતાં ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. બનાવની જાણ થતાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

કાર ચાલક સગીરનો પણ ચમત્કારીક બચાવ થયો હતો. તાલુકા પોલીસે દોડી જઈ તપાસ કરતા સગીર ચાલકના ફઈએ કોઈ કાર્યવાહી કરવી ન હોવાનું જણાવ્યું હતું. સગીર ચાલક વહેલી સવારે કાર લઈ નિકળ્યો ત્યારે અચાનક અન્ય કાર પસાર થતાં તે હેબતાઈ ગયો હતો અને ભુલથી બ્રેકના બદલે લીવર પર પગ મુકી દેતા કાબુ ગુમાવી દીધો હતો અને ડિવાઈડર સાથે અથડાતા કારનું ટાયર ફાટી જતા કાર ગોથા ખાઈ ગઈ હતી.

Exit mobile version