Site icon Gujarat Mirror

જેતપુરના વાડાસણ ગામે બહેનના સાસુના પાણી ઢોળમાં ગયેલા વૃદ્ધનું હાર્ટ બેસી ગયું

રાજકોટ સહિત રાજ્યભરમાં હદય રોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે રાજકોટમાં રહેતા વૃદ્ધ જેતપુરના વાડાસડા બહેનના સાસુના પાણી ઢોળમાં ગયા હતા. જ્યાં વૃદ્ધને હદયરોગનો હુમલો આવતા સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આવેલા ગાયત્રીનગરમાં રહેતા ભાવસિંહ દામજીભાઈ દોડીયા નામના 64 વર્ષના વૃદ્ધ જેતપુર તાલુકાના વાડાસડા ગામે હતા. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી વૃદ્ધનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક વૃદ્ધ ચાર ભાઈ ત્રણ બહેનમાં મોટા હતા. તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. વાડાસડા ગામે રહેતા બનેવી શૈલેષભાઇના માતાના પાણી ઢોળમાં ગયા હતા.

ત્યારે આવેલો હદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જેતપુર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version