Site icon Gujarat Mirror

પાકિસ્તાની પ્રોપોગેન્ડા ભારતમાં નહીં ચાલે!!! ભારત સરકારે 17 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર મુક્યો પ્રતિબંધ

 

 

ભારત સરકારે પાકિસ્તાનની યૂ ટ્યુબ ચેનલ પર લગાવી રોક, પહેલગામ હુમલા પર અસત્ય ફેલાવવાનો આરોપજમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. હવે ભારત સરકારે પાકિસ્તાન સામે નવી કાર્યવાહી કરી છે. કાર્યવાહી કરતા કેન્દ્ર સરકારે ઘણી પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે. આમાં ક્રિકેટર શોએબ અખ્તર, ડોન ન્યૂઝ, સમા ટીવી અને જીઓ ન્યૂઝનો સમાવેશ થાય છે. સરકારનું કહેવું છે કે આ ચેનલો ભારત અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ખોટા અને ભ્રામક સમાચાર ચલાવી રહી છે.

BBCને પણ ચેતવણી આપવામાં આવી છે. પહેલગામ હુમલાનું રિપોર્ટિંગ કરતી વખતે BBC આતંકવાદીઓને ઉગ્રવાદીઓ કહી રહ્યું હતું. સરકારે આ કાર્યવાહી ગૃહ મંત્રાલયની ભલામણ બાદ કરી છે.

ભારત સરકારે લીધેલા પગલાં પછી, યુટ્યુબ પર પાકિસ્તાની ચેનલો શોધતી વખતે, એક પેજ દેખાય છે જેમાં લખેલું હોય છે, “રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા સંબંધિત સરકારી આદેશોને કારણે આ સામગ્રી હાલમાં આ દેશમાં ઉપલબ્ધ નથી. સરકારી દૂર કરવાની વિનંતીઓ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને ગૂગલ ટ્રાન્સપરન્સી રિપોર્ટ જુઓ.

આ સાથે, કેટલાક પાકિસ્તાની ન્યૂઝ ચેનલોના યુટ્યુબ પેજ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમાં ડોન ન્યૂઝ, જીઓ ન્યૂઝ, સમા ટીવી, બોલ ન્યૂઝ જેવી ઘણી ચેનલોના નામ શામેલ છે.

ગૃહ મંત્રાલયની ભલામણો પર, ભારત સરકારે પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો, જેમાં ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી, ખોટા અને ભ્રામક નિવેદનો અને સૈન્ય અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવા સામે કાર્યવાહી કરવામાં આવી.

Exit mobile version