Site icon Gujarat Mirror

આકરા તાપ વચ્ચે સિવિલના દર્દીઓને ઠંડા-ઠંડા…કૂલ-કૂલ

oplus_2097152

હાલ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં હિટવેવ ચાલી રહ્યો છે અને છેલ્લા ત્રણ દિવસથી રાજકોટમાં 40 ડિગ્રી ઉપર તાપમાનનો પારો ધખધખી રહ્યો છે.બપોરે 1 થી સાંજે પાંચ વાગ્યા સુધી બજારોમાં પણ કુદરતી કર્ફયું લાગી જાય છે તેવા સમયે જ સૌરાષ્ટ્રની સૌથી મોટી અને આધુનિક એવી પીડિયું સિવિલ હોસ્પિટલમાં અનેક વિભાગોમાં એ.સી. પણ કામ નથી કરી રહ્યા ત્યારે દર્દીઓની હાલત અધમુઆ જેવી થઇ ગઈ હતી.

સિવિલ હોસ્પિટલનું આખુ બિલ્ડિંગ તડકાથી તપી રહ્યું છે,પરંતુ હાલમાં આકરા તાપના કારણે સિવિલમાં વીજળીનો ઉપાડ કેપેસીટી કરતા વધી જતા એ.સીના કેટલાક યુનિટ બંધ થઈ ગયા છે અને અમુક તો કામ પણ ઓછું કરી રહ્યા છે તેવું જાણવા મળે છે.ત્યારે બળબળતા તાપ વચ્ચે સિવિલના એ.સી. કે પાંખો કામ નથી કરી રહ્યા.જેના કારણે દર્દીઓની હાલત કફોડી થઈ ગઈ હતી.જો કે,સિવિલ હોસ્પિટલના વહિવટી તંત્ર દ્વારા આ માટે તાબડતોળ વ્યવસ્થા કરી અલગ અલગ વોર્ડમાં કુલર મુકાવી અને 47 જેટલા કુલર મૂકી દેતા સિનિયર સીટીઝન અને બાળ દર્દીઓએ ગરમીથી છુટકારો મેળવ્યો છે.

Exit mobile version