Site icon Gujarat Mirror

ભીસ્તીવાડનો નામચીન અકરમ દાઉદાણી સુધરતો જ નથી, ફિલરમેનને આપી ધમકી

150 ફુટ રીંગ રોડ પર રામાપીર ચોકડી નજીક આવેલા ઓમ પેટ્રોલપંપે ફિલરમેન તરીકે નોકરી કરતાં જયદીપ પરમારને કારમાં ધસીઆવેલા અકરમ રફિકભાઈ દાઉદાણી (રહે, ભીસ્તીવાડ) સહિતના શખ્સોએ ગાળો દીધા બાદ કાર અન્ય ફિલરમેન મનોજ ભીખાભાઈ તન્ના (ઉ.વ.31, રહે, જય જવાન જય કિશાન સોસાયટી, મોરબી રોડ, મુળ વેરાવળ) પાસે જઈ ગાળો દઈ અગાઉ કરેલી ફરીયાદ પાછી ખેંચી લેવાનું કહી ધમકી આપ્યાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ફિલરમેન મનોજ તન્નાએ પોલીસને જણાવ્યું કે, ગઈકાલે રાત્રે તે અને જયદીપ પરમાર નાઈટ ડયુટીમાં હતા ત્યારે આરોપી અમ કાર લઈને ત્યાં ધસી આવ્યો હતો. બાદમાં તે જયદીપને બુમાબુમ કરી ગાળો દઈ બોલાવતો હોવાથી જયદીપ તેની કાર પાસે ગયો હતો. અને અકરમને અત્યારે માથાકુટ ના કરો, સવારે આવજો તેમ કહી પરત આવી ગયો હતો. ત્યારબાદ આરોપીએ કાર થોડી આગળ લઈ તેની પાસે આવી મારા વિરૂૂધ્ધ જે ફરીયાદો કરેલી છે તે પાછી ખેંચી લે જે, નહીતર જાનથી મારીનાખીશ કહી ધમકી આપી હતી.

આ સમયે કારની અંદર અન્ય ત્રણ શખ્સો પણ બેઠા હોય તેમાંથી પાછળ બેસેલા અજાણ્યા શખ્સે પણ ગાળો બોલવા લાગ્યા હતાં. ત્યારબાદ આરોપી અકરમે અત્યારે જવા દઈએ, પછી આપણે જોઈ લેશું કહી ત્યાંથી જતા રહ્યા હતાં.હાલ ગાંધીગ્રામ-2 પોલીસે મનોજ તન્નાની ફરીયાદ પરથી અકરમ દાઉદાણી અને અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે.

Exit mobile version