દુષ્કાળના ડાકલા વચ્ચે જીવાદોરી નર્મદા ડેમ છલકાયો, CMના વધામણા

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ આજે સંપૂર્ણ ભરાઇ ગયો હતો અને સાંજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ડેમના છલકાવા સમયે વધામણા પણ કર્યા હતા. આ અંગે…

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ આજે સંપૂર્ણ ભરાઇ ગયો હતો અને સાંજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ડેમના છલકાવા સમયે વધામણા પણ કર્યા હતા.

આ અંગે મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં સરેરાશ 11 ટકા જેવી વરસાદની ઘટ છે ત્યારે આજે ગુજરાતનો સૌથી મોટો જળસ્ત્રોત નર્મદા ડેમ છલકાઇ રહ્યો છે. આજે સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરદાર સરોવર ડેમ કેવડીયા કોલોની ખાતે પધાર્યા હતા અને તેમણે નર્મદાના નીરના વધામણા કર્યા હતા. ગઇકાલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 99.90 ટકા ભરાઇ ગયો હતો અને ડેમમાં 5734.24 એમસીએમ પાણી ઉપલબ્ધ હતું. ડેમની જળસપાટી સતત ધીમેધીમે વધી રહી હતી. આજે 6 સે.મી. જેટલું પાણી વધતા નર્મદા ડેમ સંપુર્ણ કેપેસીટીએ ભરાઇ ગયો હતો.

રાજ્યમાં પાણીની અછત દૂર થશે નર્મદા ડેમ સમગ્ર ગુજરાત માટે સિંચાઈ અને પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. ડેમમાં પાણીનો પૂરતો જથ્થો સંગ્રહિત થતાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા કાયમી ધોરણે ઉકેલાઈ જશે. આગામી કડકડતા ઉનાળા દરમિયાન પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધતા પૂરતી માત્રામાં જળવાઈ રહેશે.

વીજ ઉત્પાદન ક્ષમતામાં પણ મોટો વધારો પાણીના વિપુલ જથ્થાની સાથે સાથે વીજ ઉત્પાદનમાં પણ ગતિ આવી છે. નર્મદા ડેમના કેનાલ હેડ પાવર હાઉસના ત્રણ ટર્બાઇન હાલમાં પૂરજોશમાં કાર્યાન્વિત કરીને વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન ડેમ સંપૂર્ણ ભરાવાની તૈયારીમાં હોવાથી સમગ્ર રાજ્યના ખેડૂતો અને નાગરિકોમાં હર્ષ અને ખુશીનો માહોલ છવાયો છે.

ગુજરાતની પાણીની ચિંતા ટળી નર્મદા ડેમ વધુ એક વખત પૂર્ણ સપાટીથી ભરાવા તરફ આગળ વધી રહ્યો છે. જે હાલ 98 ટકા જેટલો ભરાઇ ચુક્યો છે. આગામી એક વર્ષ માટે રાજ્યના ખેડૂતોને પીવાનું પાણી સિંચાઈનું પાણી આપવા સક્ષમ બની ગયો છે. એટલું જ નહિ રાજ્યની ઇન્ડસ્ટ્રીઝને પાણી પૂરું પાડવા અને રાજ્યની નદીઓ તળાવો ભરવા માટે પણ સક્ષમ બન્યો છે.

આગામી ઉનાળાની સીઝન સુધી પૂરતું પીવાનું પાણી આપી શકાશે આ વર્ષે નર્મદા બેસિન અને ડેમમાં થયેલા વ્યાપક વરસાદને કારણે પાણીની સારી આવક થઈ છે, જેના પરિણામે રાજ્યને મોટો લાભ થશે. ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિના કારણે રાજ્યના 10,014 ગામો, 183 શહેરો અને 7 મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને 4 કરોડ જેટલા લોકોને આગામી ઉનાળાની સીઝન સુધી પૂરતું પીવાનું પાણી આપી શકાશે.