રાષ્ટ્રીય

‘શ્રી રામ, જય રામ…’ના નારા વચ્ચે PM મોદીનો અયોધ્યામાં ભવ્ય રોડ શો, અવધવાસીઓએ વડાપ્રધાનનું ફૂલોથી કર્યું સ્વાગત, જુઓ LIVE

Published

on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના અયોધ્યા નગરી પહોંચી ગયાં છે. સીએમ યોગીએ આદિત્યનાથે મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટ પર pm મોદીનું સ્વાગત કર્યું હતું. PMની મુલાકાતને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમના સ્વાગત માટે રામ નગરીને ફૂલોથી શણગારવામાં આવી છે. pm મોદી 8 કિલોમીટર લાંબો રોડ શો કર્યો. ‘શ્રી રામ, જય રામ..’ નારા સાથે pm મોદીનું અયોધ્યામાં સ્વાગત કરવામાં આવ્યું. રોડ શો દરમિયાન 51 સ્થળે પીએમનું સ્વાગત કરવામાં આવશે. ડ્રોન દ્વારા શહેર પર નજર રાખવામાં આવી રહી છે. સમગ્ર શહેરને શણગારવામાં આવ્યું છે.

pm મોદી મહર્ષિ વાલ્મીકિ આંતરરાષ્ટ્રીય અયોધ્યા ધામ એરપોર્ટ અને અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરશે. આ રેલ્વે સ્ટેશનને રામકથાની થીમ પર શણગારવામાં આવ્યું છે. આ સિવાય પીએમ 16 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.

પીએમ મોદી અયોધ્યામાં અન્ય અનેક પ્રોજેક્ટનું પણ કરશે ઉદ્ઘાટન

પીએમ મોદી અયોધ્યામાં અન્ય અનેક પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. તેમાં ગોસાઈન કી બજાર બાયપાસ-વારાણસી (ઘાઘરા બ્રિજ-વારાણસી) (NH-233)ને ચાર-માર્ગીય પહોળો કરવાનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય પ્રોજેક્ટ્સમાં NH-730 ના લખીમપુર સેક્શનથી ખુતારને મજબૂત અને અપગ્રેડ કરવાનો સમાવેશ થાય છે; અમેઠી જિલ્લાના ત્રિશુન્ડી ખાતે એલપીજી પ્લાન્ટની ક્ષમતામાં વધારો; પંખા ખાતે 30 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને જાજમાઉ, કાનપુર ખાતે 130 MLD; ઉન્નાવ જિલ્લામાં ડ્રેઇન રિપેરિંગ અને ડાયવર્ઝન અને ગટરવ્યવસ્થાના કામો; અને જાજમાઉ, કાનપુરમાં ટેનરી ક્લસ્ટર માટે CETP સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version