Site icon Gujarat Mirror

સરકારના વાંકે અમરનાથ યાત્રિકો મેડિકલ માટે રઝળ્યા

વેબસાઈટ ઉપર રાજકોટ મેડિકલ કોલેજનું નામ ચડાવી દીધું પણ સરકાર જાણ કરવાનું ભૂલી ગઈ

અનેક યાત્રિઓ કેસ કઢાવી સવારથી લાઈનમાં કલાકો ઉભા રહ્યા, ધરમધક્કો થતા ભારે દેકારો-સૂત્રોચ્ચાર

અમરનાથ યાત્રા માટે શાઈન બોર્ડ દ્વારા નિયત કરવામાં આવેલી ગાઈડલાઈન મુજબ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું અનિવાર્ય છે. જોકે, રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આ પ્રક્રિયા હજુ સુધી વિધિવત રીતે શરૂૂ ન થતા યાત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં યાત્રીઓ હોસ્પિટલ પહોંચ્યા હોવા છતાં. તંત્ર દ્વારા કોઈ સચોટ માહિતી કે કામગીરી શરૂૂ ન કરાતા ભાવિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.વેબસાઈટ ઉપર રાજકોટ મેડીકલ કોલેજનું નામ ચડાવી દીધું પણ સરકાર રાજકોટ મેડીકલ કોલેજને જાણ કરવાનું ભૂલી જતા અમરથાન યાત્રા એ જવા માંગતા ભાવિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

યાત્રીઓના જણાવ્યા અનુસાર, ધોરાજી, વડોદરા, અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં અમરનાથ યાત્રા માટેના મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી પૂર્ણ જોશમાં ચાલી રહી છે. જ્યારે રાજકોટમાં સત્તાધીશો પાસે પૂરતી માહિતી કે સૂચનાનો અભાવ હોવાનું કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે. છેલ્લા 15-20 વર્ષથી યાત્રા કરતા અનુભવી યાત્રીઓએ જણાવ્યું હતું કે દર વર્ષે અહીંથી જ મેડિકલ કરાવવામાં આવે છે, પરંતુ આ વર્ષે તંત્રની ઉદાસીનતાને કારણે 45થી વધુ યાત્રીઓ સવારના 6 વાગ્યાથી લાઈનમાં ઊભા હોવા છતાં નિરાશ થયા છે.

હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સાથેની ચર્ચા બાદ યાત્રીઓને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર અથવા સંબંધિત વિભાગ તરફથી સત્તાવાર સૂચના મળ્યા બાદ, આગામી એક-બે દિવસમાં આ પ્રક્રિયા શરૂૂ કરવામાં આવશે. જોકે, દૂર-દૂરથી આવતા યાત્રીઓ માટે આ વિલંબ આર્થિક અને શારીરિક રીતે મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. યાત્રીઓની માંગ છે કે વહીવટી તંત્ર સત્વરે આ દિશામાં યોગ્ય પગલાં ભરે જેથી તેઓ સમયસર યાત્રાનું રજીસ્ટ્રેશન કરાવી શકે.

Exit mobile version