મોરબીના લીલાપર આવાસ યોજનામાં હોલમાં પડેલા એલ્યુમીનીયમ ટ્યુબ લાઈટના જથ્થામાંથી ચોરી થઇ હોય તેવા આક્ષેપો કરીને શહેર કોંગ્રેસ પ્રમુખે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ કમિશ્નરને આવેદન પાઠવી જણાવ્યું છે કે લીલાપર આવાસ યોજનાના હોલમાં પડેલ એલ્યુમીનીય્મ બોક્સ વાળી ટ્યુબ લાઈટનો મોટો જથ્થો તા. 28-09-2022 ના રોજ પડ્યો હતો અને સ્થાનિકોએ તેની ફોટોગ્રાફી કરી હતી જે ફોટોગ્રાફ મળતા આજે એક જનપ્રતિનિધિ તરીકે સ્થળ મુલાકાત કરતા જોવા મળ્યું હતું કે સ્થળ પર એકપણ ટ્યુબ લાઈટ હતી નહી આ ટ્યુબ લાઈટના બોક્સ એલ્યુમીનીયમ નામની કીમતી ધાતુના હોય તેની ચોરી થઇ હોય તેમ પ્રાથમિક દ્રષ્ટીએ લાગી રહ્યું છે.
જેથી ખરેખર આ ટ્યુબ લાઈટ મહાપાલિકા દ્વારા કોઈ અન્ય જગ્યાએ મુકવામાં આવી છે કે ભંગારમાં વહેચી દેવામાં આવી છે જો મહાનગરપાલિકા મહાપાલિકા દ્વારા ટ્યુબ લાઈટ જથ્થો લેવામાં ન આવ્યો હોય તો તે હાલ કઈ જગ્યા પર છે તેની તપાસ કરવાની માંગ કરી છે અને ટ્યુબ લાઈટના જથ્થાની ચોરી થયેલ જણાઈ તો તાત્કાલિક ધોરણે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે.

