યુનિ. પોલીસ મથકમાં વકીલ અને પોલીસ વચ્ચે બઘડાટી, મારામારીના આક્ષેપ

મારા અસીલને કોરા કાગળમાં સહી કરવા દબાણ કર્યું હતું, મને રૂમમાં લઇ જઇ બેફામ માર માર્યો: વકીલનો આક્ષેપ વકીલ સહિત પાંચ સામે ફરજમાં રૂકાવટનો ગુનો…

મારા અસીલને કોરા કાગળમાં સહી કરવા દબાણ કર્યું હતું, મને રૂમમાં લઇ જઇ બેફામ માર માર્યો: વકીલનો આક્ષેપ

વકીલ સહિત પાંચ સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો

યુનિવર્સિટી વિસ્તારમાં રહેતી એક મહિલાએ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં પાડોશીના ત્રાસ સંદર્ભની અરજી કરી હતી. જેમાં શા માટે ગુનો નથી નોંધવામાં આવતો, તે સંદર્ભે રજૂઆત માટે જતા યુનિ.પોલીસના રેણુકાબેન ચૌધરીની ફરિયાદ પરથી એડવોકેટ રવિભાઈ વાઘેલા,કેવલમ ક્વાર્ટરમાં રહેતા અસીલ શીતલબેન મનુભાઈ ચાવડા,શીતલબેનના બહેન,ફરીદાબેન અને એક અજાણી બહેન સામે ફરજમાં રુકાવટનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે ડી-સ્ટાફ રૂૂમમાં લઈ જઈ માર માર્યાના આક્ષેપ સાથે વકીલ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા.જ્યારે મહિલા જમાદાર રેણુકાબેન પણ ઈજાઓ થઇ હોવાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

આ બનાવમાં કાલાવડ રોડ પરની કેવલમ સોસાયટીમાં રહેતા શીતલબેન ચાવડાએ પાડોશી વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ મથકમાં અગાઉ અરજી કરી હતી. આ મામલે ગુનો નહીં નોંધાતા તેમના વકીલ રવિભાઈ વાઘેલા રજૂઆત કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ મુદ્દે ફરજ પરના જમાદાર રેણુકાબેન ચૌધરી સાથે ઉગ્ર બોલાચાલી થતા મામલો બિચક્યો હતો. પોલીસે ફરજમાં રૂૂકાવટ અંગે વકીલ રવિભાઈ વાઘેલા, અરજદાર શીતલબેન સહિત ત્રણ સામે ફરજમાં રુકાવટ અંગે ગુનો નોંધ્યો હતો. બીજી બાજુ રેણુકાબેન પણ વકીલ સહિતનાઓએ મારકૂટ કર્યાની રાવ સાથે હોસ્પિટલે પહોંચ્યા હતા.

આ મામલે રવિવારે સાંજે યુનિવર્સિટી પોલીસ મથકમાં બનેલી ઘટનાને લઈને પીઆઈ ચિંતન દવેએ જણાવ્યું હતું કે, અરજદાર મહિલા અને તેમના વકીલ રજૂઆત માટે આવ્યા હતા. ચર્ચા દરમિયાન વકીલે ફરજ પર હાજર મહિલા જમાદાર રેણુકાબેન ચૌધરીને અપમાનજનક શબ્દો બોલી ‘લુખ્ખી’ કહી સંબોધતા વાતાવરણ તંગ બન્યું હતું. મહિલા જમાદારે વિરોધ કરતાં બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી વકીલને ન છાજે એવા શબ્દો ઉચ્ચારી રવિ વાઘેલાએ કોર્ટમાં જોઈ લઇશ એમ કહી ધમકી આપી હતી.આ ઘટના મામલે હાલ સામસામે આક્ષેપો થતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.તેમજ યુનિ.પોલીસના રેણુકાબેન ચૌધરીની ફરિયાદ પરથી એડવોકેટ રવિભાઈ વાઘેલા,કેવલમ ક્વાર્ટરમાં રહેતા અસીલ શીતલબેન મનુભાઈ ચાવડા,શીતલબેનના બહેન,ફરીદાબેન અને એક અજાણી બહેન સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

જ્યારે યુનિવર્સિટી પોલીસ મથક (ગાંધીગ્રામ-2) ના પીઆઇ દવે, મહિલા કોન્સ્ટેબલ રેણુકાબેન અને રાઇટર સહિતના સ્ટાફ સામે એડવોકેટ રવિભાઈ વાઘેલાએ માર માર્યાની લેખિત ફરિયાદ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ કક્ષાએ કરી છે.તા. 5 જૂનના રોજ એડવોકેટ વાઘેલાના અસીલ શીતલબેને ફોન કરી મહિલા પોલીસ અને રાઈટર કોરા કાગળમાં સહી કરવા દબાણ કરતા હોવાનું જણાવતા વકીલ પોલીસ મથકે પહોંચ્યા હતા.અરજીમાં આક્ષેપ છે કે, વકીલે સહી બાબતે પૂછપરછ કરતા પોલીસ સ્ટાફે ગાળાગાળી કરી હતી. ત્યારબાદ પીઆઇની ટેલિફોનિક સૂચનાથી સ્ટાફે વકીલને સીસીટીવી કેમેરા વગરના રૂૂમમાં લઈ જઈ ગોંધી રાખ્યા હતા.ત્યાં 5 થી 7 અજાણ્યા પોલીસકર્મીઓએ ઢોર માર માર્યો હતો.

વકીલો વિરૂદ્ધ થતી ખોટી ફરિયાદ અને પોલીસના ગેરવર્તન મુદ્દે પોલીસ કમિશનરને રજૂઆત

રાજકોટ શહેરમાં અવાર નવાર કાયદાના રખેવાળ વચ્ચે જ તણખા જરતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે યુનિવર્સિટી પોલીસ મથકમાં છેલ્લા ચાર માસમાં વકીલ સાથે માથાકૂટ થયાની ત્રીજી ઘટના સામે આવી છે. જેમાં મહિલાએ કરેલી અરજીમાં ગુનો ન નોંધાતા રજૂઆત માટે ગયેલા વકીલ સામે ફરજમાં રુકાવટનો પોલીસે ગુનો નોંધ્યો હતો. વકીલ અને પોલીસ વચ્ચે બોલાચાલી થયા બાદ વકીલ અને મહિલા જમાદાર માર માર્યાના સામસામે આક્ષેપ કરી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. વકીલને માર માર્યાની અને વકીલ વિરુદ્ધ ફરજ રુકાવટની ફરિયાદ નોંધાતા વકીલ આલમમાં રોષ ભભૂક્યો છે.જેને પગલે બાર એસોસિએશનના હોદેદારો સહિતના વકીલોએ પોલીસ કમિશનરને રૂૂબરૂૂ મળી વકીલો સાથે થતા ગેર વર્તન અને દાખલ થતા ખોટા ગુનાઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી હતી.

આ ઘટનામાં વકીલોએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે,રાજકોટ બાર એસોસિએશનના હોદ્દેદારો પી.આઈ દવેને રજૂઆત કરવા જતા દવેએ તેનાથી વધારે આગળ વધી અને હોદ્દેદારોને કહેવા લાગેલ મને વકીલ ગમતા જ નથી, બે થી વધુ વકીલ આવે તે મને પસંદ નથી જયાં પૂછવું હોય ત્યાં પૂછી લ્યો.એ લેડી કોન્સ્ટેબલ મારુ સ્ટાફ છે અને એ ગરમ થાય તમારે ન થવાય જયાં પૂછવું હોય ત્યાં પૂછી લેજો હું કોઈથી બિતો નથી. વધીને મારી બદલી થાય મારો નેચર આ જ છે એમાં કોઈ ફેર થવાનું નથી.તમારા બે વકીલોને ધંધે લગાડેલ છે તેની સાથે જે જે વકીલ આવશે તેને પણ અમારે ધંધે લગાડવાના છે આવું વાણી વર્તન પીઆઇ દરજ્જાના વ્યક્તિ અશોભનીય કરેલ છે.