ગુજરાત

સૌ.યુનિ. ફરી વિવાદમાં, Ph.D.ની ફીમાં 300 ટકાનો વધારો

Published

on

રજિસ્ટ્રેશન માટે ઉમેદવારોએ હવે રૂા.1500 ભરવા પડશે: ત્રણ દિવસમાં વધારો પરત નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી


નવા વર્ષના પ્રારંભ સાથે જ સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ પર ફિ વધારાનો બોઝો આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચડીના રજીસ્ટ્રેશનની ફિમાં અધધ કહી શકાય એવો 300 ટકાનો વધાો ઝિંકી દોધો છે. પીએચડી નોંધણી માટે ઉમેદવારોએ હવે રૂા.1500 જેટલી ફિ ચુકવવી પડશે. ફિમાં વધારો થતા પીએચડીના વિદ્યાર્થીઓમાં દેકારો મચી ગયો છે અને સમગ્ર કેમ્પસમાં રોષ જોવા મળ્યો છે.


ફી માં થયેલા વધારાનું કારણ આપતા પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાના કો – ઓર્ડીનેટર દ્વારા આશ્ચર્યજનક જવાબ આપવામાં આવ્યો કે ખર્ચ સામે થતી આવક ખૂબ જ ઓછી હોવાથી ફી વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે હકીકત એ છે કે આ વર્ષે 29 માંથી 26 વિષયની તો પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા જ લેવાની નથી તો ખર્ચ શેનો ? આ મામલે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા અને વિદ્યાર્થી નેતાએ વિરોધ નું એલાન કર્યું છે જો ત્રણ દિવસમાં ફી વધારો પરત ખેંચવામાં નહીં આવે તો કુલપતિનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


રાજ્ય સરકાર દ્વારા પીએચડીમાં એડમિશન માટે જીકાસ મારફત ઓનલાઈન ફોર્મ ભરવાનું ગત 1 ઓક્ટોબરથી શરૂૂ થયુ હતુ ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મોડે મોડેથી 5 ઓક્ટોબરના પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે જે વિદ્યાર્થીઓએ નીટ એટલે કે નેશનલ એલીજીબીલીટી ટેસ્ટ પરીક્ષા પાસ કરી હશે તેવા વિદ્યાર્થીઓને જ પીએચ.ડી.માં એડમિશન મળશે.


જેનાથી ભૂતકાળમાં પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા પાસ કરી છે તેવા હજારો વિદ્યાર્થીઓએ પાસ કરેલી પરીક્ષા રદ ગણાશે અને આ રીતે વિદ્યાર્થીઓના ભવિષ્યને દાવ ઉપર મૂકી અને ગાઈડસની મનમાનીને આધીન બની યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. કમલ ડોડિયા અને કાર્યકારી કુલસચિવ ડો. રમેશ પરમારે નિર્ણય કર્યો હતો ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 29 વિષયમાં પીએચ.ડી. કરવા માટે 224 બેઠક સામે 10 ગણા વધુ એટ્લે કે 2212 વિદ્યાર્થીઓએ દાવેદારી નોંધાવી હતી.


નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ નું પરિણામ જાહેર થતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 26 વિષયમાં પ્રવેશ માટે જીસીએએસ મારફત ફોર્મ ભરતા 2212 વિદ્યાર્થીઓ પાસેથી નેટની પરીક્ષામાં પાસ થયાનું સર્ટિફિકેટ ઓનલાઇન અપલોડ કરવાનું કહેવામાં આવ્યું છે. અત્યારસુધીમાં 190 થી વધૂ નીટ પાસ વિદ્યાર્થીઓએ પીએચ.ડી. કરવા માટે રજીસ્ટ્રેશન ફી ભરી ફોર્મ ભર્યું છે. જોકે રજીસ્ટ્રેશન ફી રૂૂપિયા 500 થી વધારી રૂૂપિયા 1500 કરી નાખવામાં આવી છે. ફીમા એક સાથે 300 ટકાનો વધારો થતા વિદ્યાર્થીઓમાં આંતરિક રોષ ફાટી નીકળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version