ઉનામાં બુધવારે ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં તમામ મેડિકલો રહેશે બંધ

ઓલ ઈન્ડીયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ (AIOCD) દ્વારા 20 મે 2026, બુધવાર ના રોજ દેશવ્યાપી કેમિસ્ટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધના સમર્થનમાં…

ઓલ ઈન્ડીયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ (AIOCD) દ્વારા 20 મે 2026, બુધવાર ના રોજ દેશવ્યાપી કેમિસ્ટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધના સમર્થનમાં ઉના કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન દ્વારા પણ ઉનામાં તમામ મેડિકલ સ્ટોર્સ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

AIOCD દ્વારા જાહેર કરાયેલા પત્રિકા મુજબ કેમિસ્ટોની મુખ્ય માંગણીઓ ઓનલાઈન દવાઓનું વેચાણ તાત્કાલિક બંધ કરો. ઓનલાઈન ફાર્મસી દ્વારા નિયમો નેવે મૂકીને દવાઓનું વેચાણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ.GSR 817 પરત ખેંચો તા. 28-08-2018ના રોજ બહાર પાડવામાં આવેલ GSR 817 નોટિફિકેશન પરત ખેંચવાની માંગ, જે ઓનલાઈનફાર્મસીનેપ્રોત્સાહન આપે છે. કોર્પોરેટ અને ઓનલાઈન ફાર્મસી દ્વારા આપવામાં આવતા અવાસ્તવિક અને ભારે ડિસ્કાઉન્ટને કારણે રિટેલ કેમિસ્ટોની રોજીરોટી પર જોખમ ઊભું થયું છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર નકલી અને હલકી ગુણવત્તાની દવાઓ વેચાતી હોવાનો ગંભીર આરોપ. તા. 26-03-2020ના રોજ કોવિડ દરમિયાન અપાયેલ GSR 220 નોટિફિકેશન પરત ખેંચવાની માંગ.

ઉના કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશને જણાવ્યું છે કે, દર્દીઓને થતી અસુવિધા માટે અમને ખેદ છે,પરંતુ સરકાર દ્વારા અમારી વર્ષો જૂની માંગણીઓ ન સંતોષાતા નાછૂટકે બંધનું એલાન આપવું પડ્યું છે.20 મે બુધવારના રોજ ઇમરજન્સી સેવા સિવાય ઉનાના તમામ મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે. જેથી દર્દીઓને અગાઉથી જરૂૂરી દવાઓનો જથ્થો રાખી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. હોસ્પિટલ સંલગ્ન મેડિકલ સ્ટોર્સ અને સરકારી દવાખાનાની સેવાઓ ચાલુ રહેશે કે કેમ તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. કેમિસ્ટ એસોસિએશનનું કહેવું છે કે ઓનલાઈન દવા વેચાણમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની યોગ્ય ચકાસણી થતી નથી અને દવાઓની સ્ટોરેજ કંડીશન પણ જળવાતી નથી. જેના કારણે દર્દીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે. આ ઉપરાંત નકલી દવાઓનું વેચાણ વધતા લોકોના જીવ જોખમમાં મુકાયા છે.

આગામી 20 મેના રોજ દેશભરના 12 લાખથી વધુ કેમિસ્ટ હડતાળમાં જોડાશે તેવો દાવો AIOCD દ્વારા કરવામાં આવ્યો છે વિજય ભાઇ મેડીકલ: હોસ્પિટલ સંલગ્ન મેડિકલ સ્ટોરે ખુલ્લા રહેશે અને દવા ના હિસાબે કોઈ દર્દી હેરાન ના થાય તેની કાળજી રખાશે.