Site icon Gujarat Mirror

RMCના પાંચેય પૂર્વ પદાધિકારીઓએ કર્યો પોણા કરોડનો ધુમાડો

ગર્ત ટર્મમાં સૌથી વધુ મેયરે બે લાખ કિલોમીટર ‘ગાડી’ ફેરવી 15.38 લાખનું ડીઝલ વાપરી નાખ્યું

રાજકોટ મનપાના નવા પદાધિકારીઓએ કરકસરના ભાગરૂૂપે વાહનોનો ઇંધણ ખર્ચ ઘટાડવા માટે ઠોંસ કદમ લીધા છે એ આવકારદાયક છે. ત્યારે બીજીબાજુ જોઇએ તો પાછલ ટર્મના પાંચેય પદાધિકારીઓએ પ્રજાના ખર્ચે મોંઘીદાટ કારમાં બેસી ધુમાડો કરવામા પાછુ વાળીને જોયુ નથી તેવી ઓનપેપર હકિકત સામે આવી છે. પૂર્વ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટે.ચેરમેન, નેતા અને દંડક સહિતના પાંચેય પદાધિકારીઓએ પાંચ વર્ષમાં રૂૂ.76.17 લાખનું ઇંધણ વાપરી નાંખ્યુ છે. જેમા સૌથી વધુ મેયરની કારનો વપરાશ વધારે થયો હોવાની સતાવાર નોંધ રેકર્ડ પર થઇ છે.

મનપાનુ શાસકપક્ષ હોય કે વિપક્ષ, પ્રજાના ખર્ચે જેટલી પણ સુવિધાઓ મળતી હોય તે મેળવીનને ઠાઠમાઠ કરવામા કોઇ કસર છોડતા નથી! શક્ય તેટલી મનપાની તિજોરીને ‘દોહી’ લે છે. નવી ટર્મના પદાધિકારીઓએ કસરકસર પર ભાર મુકી આવનાર વધુ વૈશ્વિક કટોકટી સામે અત્યારથી જ પાળ બાંધવાનું શરૂૂ કર્યુ છે એ સારી વાત છે. ખાસ કરીને પેટ્રોલ-ડિઝલના વપરાશ પર ધરખમ કાપ મુકવાનો નિર્ણય કર્યો છે ત્યારે અત્રે ખાસ નોંધવા જેવુ એ છે કે, ગર્ત ટર્મના પૂર્વ મેયર સહિતના પાંચેય પદાધિકારીઓએ તેમને મળતી કાર દોડાવવામા પાછુ વળીને જોયુ નથી. આ પાંચેય પદાધિકારીઓએ પાંચ વર્ષમાં 6 લાખ 27 હજાર 172 કિલોમીટર કાર દોડાવી રૂૂ.76 લાખ 17 હજારનો ધુમાડો કરી નાંખ્યો હતો.

ક્યા પદાધિકારીઓએ કેટલુ આંધણ કર્યુ
મેયરની કાર : 1,97,189 કી.મી. ફરી, 17109 લીટર ડિઝલ વપરાયુ, રૂ.15,38,783નો ધુમાડો થયો
ડેપ્યુટી મેયરની કાર : 1,06,639 કી.મી. ફરી, 8591 લીટર ડિઝલ વપરાયુ, રૂ.7 લાખ 72 હજારનો ધુમાડો થયો
સ્ટેન્ડીંગ ચેરમેનની કાર : 1,19,603 કી.મી. ફરી, 10,246 લીટર વપરાયુ, રૂ.9,34,70નો ધુમાડો થયો
દંડકની કાર : 56,337 કી.મી. ચાલી, 6581 કી.મી. ફરી, રૂ.5,10,949નો ધુમાડો થયો
શાસક નેતા : 1,47,404 કી.મી. ચાલી, 14021 કી.મી. ફરી, રૂ.12,61,909નો ધુમાડો થયો

 

Exit mobile version