સાત ઈંચ વરસાદમાં અમદાવાદ બન્યું તરતું શહેર

મોટાભાગના અંડરબ્રિજ પાણીમાં, જન જીવન થંભી ગયા જેવી સ્થિતિ, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક આવતીકાલે પણ ભારે વરસાદની આગાહીના પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ ગુજરાતના આર્થિક…

મોટાભાગના અંડરબ્રિજ પાણીમાં, જન જીવન થંભી ગયા જેવી સ્થિતિ, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક

આવતીકાલે પણ ભારે વરસાદની આગાહીના પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ

ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં આજે સવારથી બપોરે બે વાગ્યા સુધીમાં સાત ઈંચ થી વધુ વરસાદ ખાબકી જતાં આખુ શહેર પાણીમાં તરતુ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે તમામ અંડરબ્રીજ પાણીમાં ગરક થઈ જતાં અમદાવાદની રફતાર થંભી ગઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં મકાનો-દુકાનો અને બહુમાળી બિલ્ડીંગોના સેલરોમાં પાણી ભરાઈ ગયા છે જેથી માલ મિલકતને ભારે નુકસાન થયું છે.

અમદાવાદમાં પડેલા વરસાદને કારણે વસ્ત્રાલ રિંગરોડ પર વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. માર્ગ પર ચાલુ ક્ધસ્ટ્રક્શન કામગીરીના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. કમરતોડ ટ્રાફિકના કારણે વાહનચાલકો સવા કલાકથી વધુ સમય સુધી રસ્તા પર અટવાઈ રહ્યા હતા. જોકે, વરસાદ અટકતાં અને પાણીનો ધીમે-ધીમે નિકાલ થતાં વાહનવ્યવહાર પૂર્વવત થવા લાગ્યો હતો અને ટ્રાફિક હળવો થયો હતો.

અમદાવાદમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે જોધપુર વિસ્તારમાં એક દુર્ઘટના સામે આવી છે. જોધપુરમાં ’ત્રીનય અનધ’ ક્ધસ્ટ્રક્શન સાઇટ પર અચાનક દીવાલ ધસી પડી હતી. દીવાલ ધરાશાયી થવાની સાથે જ સાઇટ પર માટી ધસી જતાં પતરાંનો શેડ પણ ઊંડા ખાડામાં ખાબક્યો હતો. આ ઘટનાને કારણે રોડ સાઇડના માર્ગને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ જ વિસ્તારમાં અગાઉ પણ ભારે વરસાદ દરમિયાન રસ્તો ધસી જવાની ઘટના બની ચૂકી છે, જેથી બાંધકામ સાઇટો પર સુરક્ષા અને ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

અમદાવાદમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે બોપલ વિસ્તારમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. બોપલ સ્થિત ખોડિયાર મંદિર તળાવની દીવાલ અચાનક ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી ગઈ છે. તળાવની દીવાલ તૂટતા જ ધસમસતા પાણીના પ્રવાહને કારણે 3 જેટલી ગાડીઓ પાણીમાં ફસાઈ ગઈ છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ પદાધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા છે અને અમદાવાદના મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં ખાબકેલા ભારે વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાની પોલ ખોલી નાખી છે. ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયા છે અને લોકો રસ્તાઓ પર ભારે હાલાકી ભોગવી રહ્યા છે. “લોકો રોડ પર ત્રસ્ત અને નેતાઓ-અધિકારીઓ મસ્ત” જેવી સ્થિતિ વચ્ચે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કંટ્રોલ રૂૂમમાં હાજર જોવા મળ્યા હતા, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર ભારે હાલાકી વચ્ચે અખઈ નો સ્ટાફ ગાયબ જણાતો હતો. આ કપરી પરિસ્થિતિમાં પોલીસ જવાનો રોડ પર ઉતરીને લોકોને મદદ કરતા અને ટ્રાફિક હળવો કરાવતા નજરે પડ્યા હતા.

ભારતીય હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં ભારે તથા અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તકેદારીના ભાગરૂૂપે આવતીકાલે, તા. 24 જુલાઈ, 2026 (શુક્રવાર)ના રોજ અમદાવાદ શહેરની તમામ શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં વરસાદનું જોર ઘટતાં અને પાણી ઓસરવાનું શરૂૂ થયું છે. પાણી ભરાવાને કારણે બંધ કરવામાં આવેલા શાહીબાગ, નિર્ણયનગર અને ઉસ્માનપુરા અંડરપાસમાં પાણી ઓસરી જતાં તેને વાહનવ્યવહાર માટે ફરીથી ખુલ્લા મૂકવામાં આવ્યા છે.

CM ઈમર્જન્સી સેન્ટરમાં પહોંચ્યા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ભારે વરસાદને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત માં ઉભી થયેલ સ્થિતિની તલ સ્પર્શી વિગતો મેળવી સમીક્ષા કરી હતી.તેમણે વલસાડ જિલ્લા ની સ્થિતિ અંગે મંત્રી શ્રી નરેશ પટેલ અને કલેકટર સાથે મોબાઈલ થી વાત કરી બચાવ રાહત ની વિગતો મેળવી જરૂૂર પડે એન ડી આર એફ ની વધારા ની ટીમ મોકલવા પણ ખાતરી આપી હતી. સુરત અને નવસારી કલેકટર સાથે પણ વાત કરી ને નીચાણ વાળા વિસ્તારો અને પાણી ભરાયેલા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા સૂચના કરી છે. મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં.

અમદાવાદમાં 6થી 12 વાગ્યા સુધીનો વરસાદ

સરખેજ – 7 ઇંચ
બોપલ – 6 ઇંચ
જોધપુર ઝોનલ – 6 ઇંચ
જોધપુર -6 ઇંચ
સરખેજ અર્બન હેલ્થ-5 ઇંચ
મક્તમપુરા– 5 ઇંચ
બકરોલ – 3 ઇંચ
બોડકદેવ – સાડા પાંચ ઇંચ
થલતેજ – 5 ઇંચ
સાયન્સ સિટી- 5 ઇંચ
મેેમનગર–5 ઇંચ
ચાંદલોડિયા- 4 ઇંટ
ગોતા-સાડા ત્રણ ઇંચ
ઓગણજ-સાડા ત્રણ ઇંચ
વાસણા–4 ઇંચ
નવરંગપુરા- 4 ઇંચ
ઉસ્માનપુરા- 4 ઇંચ
રાણિપ-સાડા ત્રણ ઇંચ
ટાગોર ક્ધટ્રોલ-સાડા ત્રણ ઇંચ
મોટેરા-2 ઇંચ
ચાંદખેડા-2 ઇંચ
દૂધેશ્વર-2 ઇંચ
મ્યુનિ.કોર્પોરેશન- 2 ઇંચ
કાલુપુર – અઢી ઇંચ
અસારવા -દોઢ ઇંચ
લાંભા – 2 ઇંચ
મણિનગર- 2 ઇંચ
વટવા:- 2 ઇંચ