ગુજરાત

મેડિકલ અભ્યાસમાં ઝીંકાયેલો ફી વધારો પરત નહીં ખેંચાય તો આંદોલન: શક્તિસિંહ ગોહેલ

Published

on


રાજ્ય સરકારે GMERS કોલેજોમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફીમાં 2 લાખ રૂૂપિયાનો વધારો કરતાં જ વિરોધના સૂર ઉઠ્યા છે. મેડિકલ કોલેજોમાં 2 લાખ રૂૂપિયા ફી શા માટે વધારવામાં આવી આ સવાલ રાજ્યના આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને પૂછ્યો છે. શિક્ષા કોન્કલેવમાં ઉપસ્થિત ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે ક્હ્યું કે, GMERS કોલેજોમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે તે તમામ વિદ્યાર્થીઓને લાગુ નથી પડવાનો. એટલું જ નહીં તેમણે કહ્યું કે તેમની ફી 3 લાખ 30 હજાર રૂૂપિયા હતી તે વધારીને લગભગ 5 લાખ 50 હજાર રૂૂપિયા કરવામાં આવી છે.

શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ ફી અન્ય કોલેજોની સરખામણીમાં ઘણી ઓછી છે. ઋષિકેશ પટેલે કહ્યું કે અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં મેડિકલ કોલેજોની ફી ઘણી ઓછી છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે ૠખઊછજની 13 કોલેજોમાં 2100 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમાંથી 1713 વિદ્યાર્થીઓને સંપૂર્ણ પણે સરકારી મદદ મળે છે. એટલે કે સ્કોલરશિપનો સીધો લાભ મળે છે.


આ સાથે જ તેમણે કહ્યું કે GMERS સોસાયટી પર બોજો વધતો જાય છે, જેની સામે આ ફી વધારો કંઈ જ નથી. આ સાથે જ તેમણે સરકારી લાભો મેળવીને ડોક્ટર બનનારા વિદ્યાર્થીઓને કહ્યું કે સરકારી લાભ લેનારા વિદ્યાર્થી તબીબો 1 વર્ષના બોન્ડ માટે પણ તૈયાર નથી. તેમણે વિચારવું જોઈએ કે સરકારી યોજનાનો લાભ લઈને પણ ગામડાંમાં અને અંતરિયાળ વિસ્તારોમાં તબીબી સેવા આપવામાં કેમ તેઓ પાછળ રહે છે?


GMERS સંલગ્ન મેડિકલ કોલેજમાં ફી વધારો પાછો ખેંચવાની ગુજરાત કોંગ્રેસે માંગ કરી છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, 1994-95 બાદ રાજ્યને પૂર્ણ સરકારી મેડિકલ કોલેજ નથી મળી.એમાં પણ આ ફી વધારાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના સપના રોળાઈ શકે છે. આ મામલે શક્તિસિંહ ગોહિલ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરશે સાથે જ તેમણે કહ્યું છે કે, જરૂૂર પડે તો ગજઞઈં જલદ આંદોલન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version