Site icon Gujarat Mirror

પ્રેમલગ્નના દોઢ વર્ષ બાદ પત્ની રિસામણે ચાલી ગઇ, ફોન પર માથાકૂટ થતા યુવાને ઝેરી દવા પી લીધી

શહેરના મોરબી રોડ ઉપર આવેલા કાગદડી ગામના પાટીયા પાસે રહેતા યુવાનની પત્ની રિસામણે ચાલી જતા તેમણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ આ બનાવ અંગે કુવાડવા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તુરત સિવિલ હોસ્પિટલે પહોંચી ગઇ હતી અને યુવાનનુ નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે.

વધુ વિગતો મુજબ કાગદડી ગામના પાટીયા પાસે 100 વારીયા પ્લોટમા રહેતા જગદીશ છગનભાઇ ચાવડા (ઉ.વ.35)નામના યુવાને ગઇકાલે સાંજે પોતાના ઘરે ઝેરી દવા પી જતા તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જગદીશ કડીયા કામ કરે છે અને તેમને સંતાનમાં એક દીકરો તેમજ પોતે ત્રણભાઇમાં વચેટ છે અને પોલીસમાંથી જાણવા મળ્યુ કે, જગદીશના પાંચ પહેલા પ્રેમગલગ્ન થયા હતા. બંન્ને વચ્ચે માથાકૂટ થતા તે દોઢ વર્ષ પહેલા માવતરે ચાલી ગઇ હતી. પત્નીને તેમના માતા-પિતા મોકલતા ન હોય અને ગઇકાલે બંન્ને વચ્ચે ફોન પર વાતચીત થતા ઝઘડો થયો હતો જેના કારણે જગદીશે ફિનાઇલ પી લીધું હતું.

Exit mobile version