Site icon Gujarat Mirror

અભ્યાસના ટેન્શનમાં ધો.9ની છાત્રાનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ

ભણતરના ભારને કારણે એક છાત્રાએ પોતાના ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવમાં હાલ છાત્રાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફે સગીરાના પરિવારજનોની પૂછપરછ કરી હતી. બનાવની વધુ વિગતો મુજબ શહેરના કોઠારીયા રોડ કેદારનાથ ગેઇટ નજીક રહેતી 16 વર્ષની બાળાએ ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

આ બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને કરી હતી. પગલુ ભરનારી બાળા ધોરણ-9માં અભ્યાસ કરે છે. તે છ ભાઇ-બહેનમાં ત્રીજી છે. અભ્યાસનું ટેન્શન હોઇ તેના કારણે ફિનાઇલ પી લીધાનું કહેતાં પોલીસે વાલીની હાજરીમાં નિવેદન નોંધવાની તજવીજ કરી હતી.

Exit mobile version