US પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે ઐતિહાસિક ખઘઞ, 60 દિવસ સુધી રાજકીય-આર્થિક-લશ્કરી પગલાને બ્રેક, સ્વિટ્ઝર્લેન્ડમાં ઔપચારિક બેઠક યોજાશે
આખરે અમેરિકા અને ઈરાન યુદ્ધનો અંત આવી ગયો છે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે MoU પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કરી દીધા છે. અમેરિકન અને ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને દેશોના રાષ્ટ્ર પ્રમુખોએ ગઇકાલે આ એમઓયુ પર સાઇન કર્યા. આ કરાર તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે. 108 દિવસ સુધી ભયાનક શસ્ત્રોથી થયેલી ખુવારી બોલપેનની સહીથી અટકી છે.
અમેરિકન અધિકારીના જણાવ્યા મુજબ, રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે ફ્રાન્સના પેલેસ ઓફ વર્સેલ્સમાં મેક્રોન સાથે ડિનર દરમિયાન અમેરિકા-ઈરાન એગ્રીમેન્ટની હાર્ડ કોપી પર પણ સત્તાવાર રીતે હસ્તાક્ષર કરી દીધા. સાઇન કરવામાં આવેલી એગ્રીમેન્ટની કોપી ઈરાન અને મધ્યસ્થતા કરાવી રહેલા દેશોને મોકલી દેવામાં આવી છે. આ પહેલા રવિવારે અમેરિકન ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સ અને ઈરાનના મુખ્ય વાર્તાકાર મોહમ્મદ બાકેર ગાલિબાફે એમઓયુ પર ઈલેક્ટ્રોનિક રીતે સાઇન કર્યા હતા. અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે એમઓયુ પર સાઇન થવાથી બંને દેશો વચ્ચે આશરે ચાર મહિનાથી ચાલી રહેલો સંઘર્ષ ખતમ થઈ ગયો છે. જો કે, શુક્રવારે બંને દેશોના વાર્તા દળોનું જિનીવામાં એકઠા થવાનો કાર્યક્રમ હજુ પણ નક્કી છે. ઈરાની અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાનારી બેઠકનો ઉદ્દેશ્ય કરાર પર હસ્તાક્ષર કરવાનો નથી.
સાથે જ, આ બેઠક વાસ્તવમાં થશે કે નહીં, તેના પર અંતિમ નિર્ણય આગામી થોડા કલાકોમાં લેવામાં આવે તેવી અપેક્ષા છે. પરંતુ આનાથી એવો પણ સંકેત મળે છે કે દસ્તાવેજ પર ડિજિટલ રીતે હસ્તાક્ષર થઈ ચૂક્યા છે તેથી સ્વિટ્ઝર્લેન્ડમાં આમને-સામને યોજાનારા હસ્તાક્ષર સમારોહનું આયોજન કરવામાં આવશે નહીં.
પરંતુ આનાથી એવો પણ સંકેત મળે છે કે દસ્તાવેજ પર ડિજિટલ રીતે હસ્તાક્ષર થઈ ચૂક્યા છે તેથી સ્વિટ્ઝર્લેન્ડમાં આમને-સામને યોજાનારા હસ્તાક્ષર સમારોહનું આયોજન કરવામાં આવશે નહીં. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ જણાવ્યું કે તેહરાનને પોતાના ક્રૂડનું વેચાણ કોઈપણ પરિવહન કે વીમા સંબંધિત પ્રતિબંધો વિના કરવાની મંજૂરી મળવી જોઈએ. તે વેચાણમાંથી થનારી આવક સુધી તેની સંપૂર્ણ પહોંચ હોવી જોઈએ.
તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાએ ઈરાનની ફ્રીઝ કરાયેલી સંપત્તિઓ સુધી તેની પહોંચમાં રહેલા અવરોધોને હટાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ઈરાન ઈચ્છે છે કે તે પોતાના ક્રૂડની નિકાસ મુક્ત રીતે કરી શકે. તેના ક્રૂડને લઈ જનારા જહાજો અને વીમા સેવાઓ પર કોઈ રોક ન હોય અને ક્રૂડ વેચાણથી થનારી કમાણી સીધી તેને પ્રાપ્ત થઈ શકે. ઈરાનનું કહેવું છે કે આગામી 60 દિવસ સુધી બંને દેશોએ સંયમ રાખવો પડશે અને એવા કોઈપણ રાજકીય, આર્થિક કે સૈન્ય પગલાંથી બચવું પડશે જેનાથી કરારના અમલીકરણ અને પરસ્પર વિશ્વાસ પર નકારાત્મક અસર પડે.
જણાવી દઈએ કે આ પહેલા સ્વિટ્ઝર્લેન્ડના લૂઝર્ન શહેર નજીક બર્ગનસ્ટોક રિસોર્ટમાં શુક્રવારે યોજાનારા હસ્તાક્ષર સમારોહની તૈયારીઓ વચ્ચે અમેરિકન અધિકારીઓએ ચેતવણી આપી હતી કે આ કરાર માત્ર એક પ્રારંભિક માળખું છે. બંને પક્ષો કોઈપણ સમયે અંતિમ કરારથી પાછળ હટી શકે છે. એક વરિષ્ઠ અમેરિકન અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાનારી આગળની વાર્તા એ નક્કી કરશે કે આ માળખું એક પૂર્ણ અને કાયમી કરારમાં બદલાઈ શકશે કે નહીં. બીજી તરફ, બંને દેશો વચ્ચે થયેલી સહમતિ મુજબ, હસ્તાક્ષર બાદ 60 દિવસનો વાતચીતનો સમયગાળો શરૂૂ થશે, જેને બંને પક્ષોની સહમતિથી લંબાવી શકાય છે. આ જ સમયગાળામાં અંતિમ કરારની વિગતો નક્કી કરવામાં આવશે.
શાંતિ કરારને લઈને ટ્રમ્પની મુશ્કેલી વધી, પોતાની જ પાર્ટીમાં વિરોધનો વંટોળ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ્યારે ઈરાન સાથે યુદ્ધ ખતમ કરવા માટે કરારની જાહેરાત કરી છે. જોકે, જેમ-જેમ આ કરારની શરતો સ્પષ્ટ થઈ છે, તેમ-તેમ તેને લઈને અમેરિકામાં જ ટ્રમ્પના વિરોધમાં અવાજો ઉઠવા લાગ્યા છે. માત્ર ડેમોક્રેટિક પાર્ટી જ નહીં, પરંતુ ટ્રમ્પની પોતાની રિપબ્લિકન પાર્ટીમાં પણ ઈરાન કરારને લઈને આલોચનાઓ સાંભળવી પડી છે. વાસ્તવમાં, અમેરિકા અને ઈરાન વચ્ચે કરારની જે શરતો નક્કી થઈ છે, તેમાંની મોટાભાગની શરતો એવી છે, જેને અમેરિકી નેતાઓએ ઈરાનને ટ્રમ્પ તરફથી આપવામાં આવેલી ભેટ ગણાવી છે. પછી ભલે તે ઈરાનને પુન:નિર્માણ માટે એક મોટી રકમ પૂરી પાડવાની શરત હોય કે હોર્મુઝની સામુદ્રધુનીમાં લાગતા નવા સેવા શુલ્કની વાત હોય કે ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને કરારમાં કોઈ પણ સ્પષ્ટતા ન હોવાની વાત. આ તમામ મુદ્દાઓ પર ટ્રમ્પ અમેરિકામાં જ ઘેરાયેલા છે. ખુદ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી અને તેમના સમર્થક ’મેક અમેરિકા ગ્રેટ અગેન’ (MAGA) વોટર બેઝ કેવી રીતે આ ડીલને લઈને વહેંચાયેલા દેખાઈ રહ્યા છે.
