Site icon Gujarat Mirror

સાગર પાર્ક નજીક ફાકી લેવા જતાં એક્ટિવા સ્લિપ થયું, યુવાનનું મોત

શહેરના મોરબી રોડ પર આવેલ વેલનાથપરામાં ફાકી લેવા નીકળેલા 26 વર્ષીય યુવકનું એક્ટિવા સ્લીપ થતાં તેને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે જ યુવકે દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

વધુ વિગતો મુજબ,બેડી ગામે રહેતો 26 વર્ષીય ભાવિન હેમંતભાઈ ટીલાવત શનિવારે મોરબી રોડ વેલનાથપરામાં મિત્રના લગ્ન પ્રસંગે ગયો હતો. દાંડિયા રાસ પૂર્ણ થયા બાદ તે પોતાનું એક્ટિવા લઈને ફાકી લેવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન સાગર પાર્ક નજીક એક્ટિવા સ્લીપ થતાં ભાવિનને ગંભીર ઈજા પહોંચી હતી.કોઈ રાહદારીઓ દ્વારા 108ને જાણ કરી યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ યુવકના પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. મૃતક કારખાનામાં નોકરી કરતો હતો અને તે બે ભાઈ તથા એક બહેનમાં મોટો હતો. આ ઘટના અંગે બી-ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version