Site icon Gujarat Mirror

દ્વારકા વિસ્તારમાં વિદેશી દારૂ અંગે ત્રણ સ્થળોએ કાર્યવાહી : બે ઝડપાયા, એક ફરાર

ઓખા મંડળના મીઠાપુર તાબેના રંગાસર વાડી વિસ્તારમાં રહેતા ડુંગરભા ગગુભા માણેક નામના શખ્સના કબજામાંથી પોલીસે રૂૂ. 32,500 ની કિંમતની વિદેશી દારૂૂની 25 બોટલ કબજે કરી, આરોપી ડુંગરભા માણેકની અટકાયત કરી લેવામાં આવી હતી. ઓખા મરીન પોલીસની કાર્યવાહીમાં કાર્બન સોસાયટી વિસ્તારમાં રહેતા જય સુરેશભાઈ બારીયા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂૂ. 12,600 ની કિંમતની વિદેશી દારૂૂની 9 બોટલ કબજે કરી હતી. જોકે આરોપી જય બારીયા પોલીસને હાથ લાગ્યો ન હતો. દ્વારકા પોલીસે રૂૂપેણ બંદર વિસ્તારમાં રહેતા સાદિક બક્ષુભાઈ ભરૂૂચા નામના 35 વર્ષના માછીમાર શખ્સના કબ્જામાંથી રૂૂ. 2,720 ની કિંમતની વિદેશી દારૂૂની પાંચ બોટલ તથા બિયરના 4 ટીન કબજે કરી, ધોરણસર ગુનો નોંધ્યો હતો.

કલ્યાણપુર નજીકના રોજીવાડી વિસ્તારમાં રહેતા સંદીપ ભુરાભાઈ કણજારીયાએ પોતાની વાડીએ પરપ્રાંતિય શ્રમિકોને મજૂરી કામે રાખીને તેમજ ગાંધવી ગામના દિલીપગર રામગર રામદત્તીએ પોતાનું મકાન અન્ય વ્યક્તિને ભાડે આપી પોલીસને જાણ ન કરતા, કલ્યાણપુરના લીંબડી ગામના માવજી છગનભાઈ નકુમ અને ભાટવાડિયા ગામના પોપટભાઈ સીદાભાઈ રાઠોડ તેમજ ભાટિયા ગામના કિશોરભાઈ ત્રીકમભાઈ રાઠોડએ તેમના ભાડુઆત અંગેની જાણ સ્થાનિક પોલીસને ન કરતા ઉપરોક્ત આસામીઓ સામે કલ્યાણપુર પોલીસે બી.એન.એસ.ની કલમ 223 હેઠળ ગુનો નોંધ્યો હતો.

Exit mobile version