સોમનાથ સર્કિટ હાઉસ પાસે રસ્તા પર કેક કાપી જન્મદિવસ ઉજવનાર 11 સામે કાર્યવાહી

ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના I/C પોલીસ ઇન્સ્પેકટર બી.કે.રાઠોડ ની રાહબરી હેઠળ ગઇ તા.15/07/2026 ના રાત્રી…

ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના I/C પોલીસ ઇન્સ્પેકટર બી.કે.રાઠોડ ની રાહબરી હેઠળ ગઇ તા.15/07/2026 ના રાત્રી કલાક-23/30 વાગ્યે સોમનાથ સર્કિટ હાઉસથી સાગર દર્શન તરફ જતા જાહેર રોડ પર અવર-જવર કરતા લોકો તથા વાહનોને અમુક લોકો એક ફોરવ્હિલ કાર રોડ ઉપર અડચણરૂૂપ ઉભી રાખી તેના બોનેટ ઉપર કેક કાપી ફટાકડા ફોડી બર્થેડે ઉજવતા હોવાનો વિડીયો સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ ઉપર વાયરલ થયેલ હોય અને ઇસમોએ જીલ્લા મેજીસ્ટ્રેટ ગીર સોમનાથના જાહેરનામાંનો સરેઆમ ભંગ કરી એક બીજાની મદદગારી કરી ગુન્હો કરેલ હોય જે અનુસંધાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના આઇ/સી પોલીસ ઇન્સ્પેકટર બી.કે.રાઠોડ એ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ પો.સબ.ઇન્સ એસ.ડી.વડારીયા . તથા ટાઉન બીટ પોલીસ સ્ટાફની ટીમ બનાવી વિડીયોમાં બર્થેડે સેલીબ્રેશન કરતા ઇસમોની ખાત્રી કરી કુલ-11 ઇસમોને પકડી પાડી કાર્યવાહી કરવામાં આવેલ છે.

પોલીસે આરોપીઓને આદમભાઈ મહમદભાઈ મહીડા ઉ.વ.20 ધંધો-મજુરી રહે-પ્રભાસ પાટણ સાઇન કોલોની, મહમદ ફરહાન ઈબ્રાહીમભાઈ ભાદરકા ઉ.વ.19 ધંધો-પ્રા.નોકરી રહે-પ્રભાસ પાટણ સાઇન કોલોની, મુસ્તફા મુસાભાઈ કાલવાત ઉ.વ.19 ધંધો-અભ્યાસ રહે-પ્રભાસ પાટણ સાઇન કોલોની , મહમદ જાબીલ અબુલભાઈ કાલવાણીયા ઉ.વ.22 ધંધો-પ્રા.નોકરીરહે-પ્રભાસ પાટણ ઘાસીવાડા, ફેઝાન યુસુફભાઈ ગોહેલ ઉ.વ.21 ધંધો-પ્રા.નોકરી રહે-પ્રભાસ પાટણ ઘાસીવાડા, મોઈન અલીમહમદભાઈ કાલવાણીયા ઉ.વ.22 ધંધો-મજુરી રહે-પ્રભાસ પાટણ ઘાસીવાડા, મયુદિન યુનુસભાઈ ભાદરકા ઉ.વ.20 ધંધો-પ્રા.નોકરી રહે-પ્રભાસ પાટણ મદીના કોલોની, સાહીલ નુરમહદભાઈ કોટવાલ ઉ.વ.19 ધંધો-મજુરી રહે-પ્રભાસ પાટણ ઘાસીવાડા, અબ્બાસ મુશાભાઈ ભાદરકા ઉ.વ.20 ધંધો-પ્રા.નોકરી રહે-પ્રભાસ પાટણ મદીના કોલોની, મોહમ્મદ નિઝામ ઉમર વાકોટ ઉ.વ.18 ધંધો-અભ્યાસ રહે-પ્રભાસ પાટણ સાઇન કોલોની, શાકીર નુરમહમદ ગોહેલને રહે. પ્રભાસ પાટણ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.