Site icon Gujarat Mirror

જામનગરમા પોકસોના ગુનામાં નાસતો ફરતા આરોપી ઝડપાયો

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથક ગત તા. 21.12.2025 ના રોજ પોકસો અંગેનો એક ગુનો દાખલ થયો હતો, જેમાં જામનગરના બેડી- માધાપર ભુંંગા વિસ્તારમાં રહેતા મોહમ્મદ સર્જિલ રહીમ ભાયા નામના વાઘેર શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, અને પોતે ભાગી છૂટ્યો હતો. જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા તેની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી.

દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું, કે ઉપરોક્ત આરોપી ઓમાન દેશમાં ભાગી છૂટ્યો છે, જેથી ગઈકાલે ઓમાનથી અમદાવાદના એરપોર્ટ પર ઉતરવાનો છે, તેવી બાતમી મેળવી લઈ સીટી એ. ડિવિઝનના પોલિસ સ્ટાફે અમદાવાદ એરપોર્ટ પર ધામા નાખ્યા હતા, અને આરોપી મોહમ્મદ સર્જિલ અમદાવાદ ઉતર્યા બાદ તેની અટકાયત કરી લીધી હતી. જેને જામનગર લઈ આવ્યા બાદ વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

Exit mobile version