જામનગરમાં અંબર સિનેમા રોડ પર આવેલા પ્રખ્યાત મોબાઈલ ફોનના શોરૂૂમમાંથી તેમાંજ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો શખ્સ રૂૂપિયા 9 લાખ 10 હજારની કિંમતના 15 નંગ મોબાઈલ ફોન જુદા જુદા સમયે વેપારીની નજર ચૂકવી ચોરી કરી ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાયા બાદ સીટી બી. ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં તેજ દુકાનમાં કામ કરનાર એકાઉન્ટ ને ચોરાઉ મોબાઈલ ફોન સાથે ઝડપી લીધો છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શ્રીધન પેલેસમાં રહેતા અને અંબર સિનેમા રોડ પર પંચરત્ન કોમ્પ્લેક્સ માં યસ મોબાઈલ નામનો મોબાઇલનો શોરૂૂમ ધરાવતા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ખોડુભાઈ ગોહિલ, કે જેઓએ પોતાના શોરૂૂમમાંથી ગત તા 5.07.2025 થી તા 17.11.2025 ના સમયગાળા દરમિયાન અલગ અલગ સમયે રૂૂપિયા નવ લાખ દસ હજારની કિંમતના 15 નંગ મોબાઈલ ફોન ચોરી થઈ ગયા નું સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં જાહેર કર્યું હતું.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઉપરોક્ત સમયગાળા દરમિયાન પોતાની દુકાનમાંથી 15 નંગ મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાનું અને પોતાના શો રૂૂમમાં જ એકાઉન્ટન્ટ તરીકેનું કામ સંભાળતો કિશન ચેતનભાઇ બાવરીયા નામનો શખ્સ મોબાઇલ ફોનની ચોરી કરી લઈ ગયો હોવાનું જાહેર કર્યું હતું. જેના આધારે સીટી બી. ડિવિઝન પોલીસ ની ટુકડીએ તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતી,તેમજ સીસીટીવી કેમેરા ની પણ મદદ લેવાઈ હતી. દરમિયાન દુકાનમાં જ કામ કરતા એકાઉન્ટન્ટ કિશન ચેતનભાઇ બાબરીયા ને ઝડપી લીધો છે. અને તેની પાસેથી ચોરાઉ મોબાઇલ ફોન કબજે કરી લીધા છે જેની વધુ પૂછપરછ ચલાવાઈ રહી છે.

