Site icon Gujarat Mirror

જામનગરમાં બ્રિજના નિર્માણમાં વિલંબ થતાં કોર્પોરેટરોનું આંદોલન

પોલીસે કોર્પોરેટર સહિતના 3 પ્રદર્શનકારીઓની અટકાયત કરી: અન્યને પોલીસ દ્વારા દૂર કરાયા

જામનગરમાં કાલાવડ નાકા પાસેના ઓવરબ્રિજનું કામ શરૂૂ કરવામાં ન આવતા આજે સ્થાનિક કોર્પોરેટર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યારે પોલીસે 3 આગેવાનોની અટકાયત કરી હતી, અન્ય આંદોનકારીઓને ત્યાંથી દૂર કરાવી દીધા હતા.

જામનગરના કાલાવડ નાકા બહાર નવો બ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ડિઝાઈન તૈયાર છે, એજન્સી નિમાઈ ગઈ છે, આશરે 20 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનું કામ છ માસથી મંજુર થઈ ગયું છે. આમ છતાં શાસકો બ્રિજનું કામ શરૂૂ કરતા નથી, તેવા આક્ષેપ સાથે સ્થાનિક કોર્પોરેટર અસ્લમ ખીલજી અને જેનેબબેન ખફી તેમજ સ્થાનિક આગેવાન હાજી રીઝવાન જુણેજા સહિતનાઓ દ્વારા આજે રસ્તા રોકો આંદોલન સહિત આશ્ચર્યજનક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં હાજર પોલીસે બળ પ્રયોગ કરી ને તમામ આંદોલનકારીઓને દૂર ભગાડી દીધા હતા, જ્યારે અસ્લમ ખીલજી, જેનબબેન ખફી વિગેરે ત્રણેયની અટકાયત કરી હતી, અને પોલીસ મથકે લઈ ગયા હતા. આ અંગે અસ્લમ ખીલ એ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકાર કામ કરતી નથી, અને આંદોલન પણ કરવામાં વિક્ષેપ કરે છે. આ પછી મોરબીના પુલ જેવી દુર્ઘટના થશે તો કોણ જવાબદાર રહેશે?

આ બ્રિજ ઉપર ભારે વાહનો પસાર થાય નહીં તે માટે હાઈટ ગેઈટ લગાવાયો હતો, જે ગઈકાલે નમી જતાં અકસ્માતનો ભય ઊંભો થયો હતો. આખરે જાગૃત કોર્પોરેટર દ્વારા તંત્રને જાણ કરવામાં આવ્યા પછી આ હાઈટ ગેઈટની મરામત કરવામાં આવી હતી. જો આ બ્રિજનું કામ સત્વરે શરૂૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉંગ્ર આંદોલન કરવામાં આવશે, તેવી પણ ચિમકી આપવામાં આવી છે.

Exit mobile version