બે બાઈક વચ્ચે અકસ્માત, ચાલક યુવકનું અકાળે મોત

માળિયાના ચાચાવદરડા પાસે બનાવ બન્યો માળિયાથી જામનગર હાઈવે પર ચાચાવદરડા ગામ નજીક ટ્રક વણાંક લેતી વખતે સામેથી આવતા બાઈક સાથે અથડાયું હતું અકસ્માતમાં બાઈક ચાલક…

માળિયાના ચાચાવદરડા પાસે બનાવ બન્યો

માળિયાથી જામનગર હાઈવે પર ચાચાવદરડા ગામ નજીક ટ્રક વણાંક લેતી વખતે સામેથી આવતા બાઈક સાથે અથડાયું હતું અકસ્માતમાં બાઈક ચાલક યુવાનને ઈજા પહોંચતા મોત થયું છે માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગર રાજ રાજેશ્વરી સોસાયટીના રહેવાસી હેમન્દ્રસિંહ ભીખુભા જાડેજાએ આરોપી ટ્રક જીજે 10 ટીવાય 0063 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 05-01 ના રોજ ફરિયાદીના પુત્ર દુષ્યંતસિંહ તેનું બાઈક જીજે 10 ડીપી 0258 લઈને માળિયાથી જામનગર હાઈવે પર જતો હતો અને ચાચાવદરડા ગામ નજીક આરોપી ટ્રક ચાલકે વણાંક લેતી વખતે ફરિયાદીના દીકરાના બાઈક સાથે ટ્રક અથડાવી અકસ્માત કર્યો હતો જેમાં ફરિયાદીના દીકરા દુષ્યંતસિંહને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે