સોનામાં રૂા.300ની મામૂલી વધઘટ; શેરબજારમાં સેન્સેકસમાં 200 પોઈન્ટનો વધારો
ગઈકાલે ચાંદીમાં ઘટાડા બાદ આજે માર્કેટ ખુલતાની સાથે ચાંદીમાં 3000 રૂા.નો વધારો જોવા મળ્યો હતો. જ્યારે સોનામાં 400 રૂા.નો વધારો નોંધાયો હતો. જો કે થોડીવારમાં ફરી નબળા સંકેતો અને પ્રૌફીટ બુકીંગ જોવા મળતાં ચાંદીમાં આમ ઉપલા ભાવથી 1500 રૂા.નીચે આવી હતી. ગઈકાલે ચાંદી એમસીએકસમાં 2,43,324 પર આવી હતી જે અત્યારે ચાંદીનો ભાવ 2,45,200 જોવા મળી રહ્યો છે. એટલે ચાંદીમાં હાલ 1800 રૂા.નો વધારો જોવા મળે છે. જ્યારે રાજકોટમાં હાજર ભાવ 2,46,700 જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 76.60 ડોલર પ્રતિ ઔસ પહોંચી છે.
સોનામાં આજે મામુલી વધઘટ જોવા મળી છે. સોનુ આજે ઉચ્ચત્તમ 1,38,050 સુધી પહોંચ્યો હતો. જો કે આજે માત્ર 300 રૂા.નો વધારો જોવા મળ્યો છે. આજે રાજકોટમાં સોનાનો ભાવ 1,41,100 થઈ ગયો છે. બીજી બાજુ શેરબજારમાં ગઈકાલે મોટા કડાકા સાથે માર્કેટ બંધ આવ્યું હતું. પરંતુ આજે સવારે સેન્સેકસ 200 પોઈન્ટ ઉપર ખુલીને તેજી તરફ આગળ વધ્યું હતું. પરંતુ બેકીંગ શેરમાં નબળાઈને કારણે શરૂઆત તેજી ટકી ન હતી. હાલ સેન્સેકસ માત્ર 25 પોઈન્ટ ઉપર જોવા મળી રહ્યો છે. રિલાયન્સ છેલ્લા 4 દિવસમાં 145 રૂા અને ભારત પેટ્રોલિયમ છેલ્લા પાંચ દિવસમાં 60 રૂા. તુટયો છે.

