ગુજરાત

ભાવનગર નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત: પતિનું મોત, માતા-પુત્રી ગંભીર

Published

on

સાહિત્યકાર રાજભા ગઢવીએ કાર રોકી ઇજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડવા મદદ કરી


ભાવનગરના સણોસરા નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં એકનું મોત નીચું છે જ્યારે બે ને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડેલ છે. અકસ્માત અંગે જાણવા મળતી વિગતો મુજબ ભાવનગરના મણાર ગામના સુરેશભાઈ ભાનુભાઈ ધાંધલીયા તેમના પત્ની અને દીકરી પારિવારિક પ્રસંગ માટે જૂનાગઢ ગયા હતા. જૂનાગઢથી પ્રસંગ પતાવીને પોતાની અર્ટિગા કાર (નં.ૠઉં-04ઉગ-0259) લઇને પોતાના ગામ મણાર જવા નીકળ્યા હતા.દરમ્યાન તેઓ વ સણોસરા નજીક એચ.પી. પેટ્રોલ પંપ પાસે પહોંચ્યા ત્યારે રોંગ સાઇડમાં પુરઝડપે આવતા ટ્રક (નં.ૠઉં-04-ટ-5830)ના ચાલકે પોતાના કબજામાં રહેલ ટ્રકને બેફિકરાઇપૂર્વક ચલાવી અર્ટિગાને અડફેટે લીધી હતી. ટ્રક અને અર્ટિગા વચ્ચે જોરદાર અથડામણ થવા પામી હતી.

આથી અર્ટિગામાં બેઠેલ સુરેશભાઈ ભાનુભાઈ ધાંધલ્યા (ઉ.વ.53)ને ગંભીર ઇજા તેઓનું મોત નિપજેલ.આ અકસ્માત બાદ ટ્રકચાલક નાસી છૂટ્યો હતો. મૃતક સુરેશભાઈ ભાનુભાઈ ધાંધલ્યા અલંગમાં આદર્શ ટ્રેડર્સ નામની પેઢી ચલાવતા હતા.જ્યારે કારમાં સવાર માયાબેન સુરેશભાઈ ધાંધલ્યા (ઉ.વ.50) અને તેમની દીકરી તુલસીબેન સુરેશભાઈ ધાંધલ્યા (ઉ.વ.20)ને ઇજા થતાં તેઓને સારવાર અર્થે રંઘોળા 108માં સર ટી.હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડવામાં આવેલ.


દરમિયાનઅકસ્માત સમયે પીંગળી ગામેથી કાર્યક્રમ પૂરો કરી જૂનાગઢ જઈ રહેલા પ્રસિદ્ધ સાહિત્યકાર રાજભા ગઢવીએ ગંભીર અકસ્માત જોઈને પોતાની ગાડી રોકી દીધી હતી અને 108 ને જાણ કરવા આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી, માનવતાનું સરાહનીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ બનાવ અંગે જયદીપભાઇ દિનેશભાઇ ધાંધલ્યાએ ટ્રકચાલક વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version