ACBના એક દિવસમાં 4 છટકા, 8 લાંચિયા અધિકારી-કર્મચારી ઝડપાયા

  રાજ્યમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે ગુજરાત લાંચરૂૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસીબીની ટીમે એક જ દિવસમાં અલગ-અલગ જિલ્લાઓમાં ડીકોય…

 

રાજ્યમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે ગુજરાત લાંચરૂૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસીબીની ટીમે એક જ દિવસમાં અલગ-અલગ જિલ્લાઓમાં ડીકોય અને છટકા ગોઠવી કુલ 4 સફળ ઓપરેશન પાર પાડ્યા છે. આ સરપ્રાઇઝ ચેકિંગ અને ટ્રેપ દરમિયાન સરકારી અધિકારીઓ, કરાર આધારિત કર્મચારીઓ તેમજ ખાનગી વચેટિયાઓ સહિત કુલ 8 લાંચિયા તત્વોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

અમદાવાદ ESIC હોસ્પિટલમાં નોકરીના નામે રૂૂ. 95 હજારની લાંચ મંગાઈ એસીબીને 1064 ટોલ-ફ્રી નંબર પર ખાનગી રાહે રજૂઆતો મળી હતી કે બાપુનગર સ્થિત ESIC મોડલ જનરલ (સરકારી) હોસ્પિટલમાં કરાર આધારિત નોકરીએ રાખવા માટે કોન્ટ્રાક્ટર એજન્સી ’સિક્યોરશીલ્ડ સિક્યુરિટિ સર્વિસ પ્રા.લી.’ દ્વારા કર્મચારીઓ પાસેથી અલગ-અલગ કેટેગરી મુજબ રૂૂ. 30,000 થી રૂૂ. 1,50,000 સુધીની ગેરકાયદેસર લાંચ માંગવામાં આવે છે.

આ બાતમીના આધારે એસીબીએ ડિકોયરનો સહકાર મેળવી વટવા ૠઈંઉઈ સ્થિત મેટ્રીક્ષ પ્લાઝાના પહેલા માળે આવેલા એજન્સીના કાર્યાલય ખાતે ડીકોય છટકું ગોઠવ્યું હતું. ડીકોયર પાસેથી રૂૂ. 95,000 ની લાંચ માંગવામાં આવી હતી અને સ્વીકારતા પ્રમોદ શંકર પાંડે (ઓપરેશન મેનેજર, સિક્યોરશીલ્ડ) રહે. ન્યુ દિલ્હી, પંકજકુમાર રાજકુમાર મિશ્રા (ઓપરેશન મેનેજર, સિક્યોરશીલ્ડ) રહે. ન્યુ દિલ્હી, રાજીવભાઇ કાલીકાપ્રસાદ શુકલા (ખાનગી વ્યક્તિ) રહે. વટવા, અમદાવાદ, જયેશકુમાર ધિરૂૂભાઇ ચૌધરી (ખાનગી વ્યક્તિ) રહે. જુમસર, તા. ઈડર તેમજ રાજેન્દ્ર શંકરભાઈ મીણા (ક્લાર્ક, ESIC હોસ્પિટલ)ને ઝડપી લીધા હતા.તપાસ માં ઓફિસના ટેબલના ખાનામાંથી રૂૂ. 2,29,000 રોકડા મળી આવ્યા હતા, જ્યારે આરોપીઓ રોકાયેલા હોટલના રૂૂમમાંથી રૂૂ.19,29,900 ની બિનહિસાબી રોકડ મળી આવી હતી. આમ, કુલ રૂૂ. 21,57,900 ની રોકડ રકમ એસીબીએ જપ્ત કરી ESIC ના ક્લાર્ક અને એજન્સીના માણસો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

બીજા કિસ્સામાં, નવસારી ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડના અધિકારીઓ એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ ગયા છે. એક જાગૃત નાગરિકે સરકારી ટેન્ડર પ્રક્રિયા હેઠળ કમ્પાઉન્ડ વોલ બનાવી હતી. આ બિલના નાણાં મંજૂર કરવાના બદલામાં નાયબ કાર્યપાલક ઇજનેર બ્રિજેશભાઇ રમેશભાઇ ગોંડલીયા અને નયન રાજાભાઇ બલદાણિયાએ રૂૂ.50,000 ની લાંચ માંગી હતી, જે રકઝકના અંતે રૂૂ. 40,000 નક્કી થઈ હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. સુરતમાં નર્મદનગર સોસાયટી સામે ગોઠવાયેલા છટકામાં આરોપી મદદનીશ ઇજનેર નયન બલદાણિયા રૂૂ. 40,000 ની લાંચ સ્વીકારતા સ્થળ પર જ પકડાઈ ગયા હતા. તપાસ દરમિયાન મુખ્ય આરોપી નાયબ કાર્યપાલક ઇજનેર બ્રિજેશ ગોંડલીયાની સંડોવણી પણ ખુલતા બંને સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

દાહોદ મામલતદાર કચેરી ખાતે રેશનકાર્ડ અલગ કરાવવા માટે એક અરજદારે અરજી કરી હતી. આરોપી સંજયભાઇ બચુભાઇ ડામોર (ઉ.વ.30, રહે. કોટડા) નામના વચેટિયાએ અરજદાર પાસે અગાઉ રૂૂ. 2,500 લઈ લીધા હતા. છતાં કામ ન કરી આપી ફરીથી રૂૂ. 500 ની લાંચની માંગણી કરી હતી. અરજદારે એસીબીના ટોલ-ફ્રી નંબર 1064 પર જાણ કરતા, દાહોદ એસીબી પી.આઈ. એસ.એમ. પઠાણ અને તેમની ટીમે મામલતદાર કચેરી બહાર જાહેર રોડ પર છટકું ગોઠવ્યું હતું. આરોપી સંજય ડામોર રૂૂ. 500 ની લાંચની રકમ સ્વીકારતા જ એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

એસીબીની આ તબક્કાવાર અને આયોજનબદ્ધ કાર્યવાહીથી લાંચિયા અધિકારીઓ અને વચેટિયાઓમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ સરકારી કામ માટે લાંચ માંગવામાં આવે તો નાગરિકોએ એસીબીના ટોલ-ફ્રી નંબર 1064 પર તુરંત સંપર્ક કરવો.