શેઠ હાઇસ્કૂલ સામે બનશે AC કોમ્યુનિટી હોલ, ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર

કાલે નવા શાસકોની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ : રૂ.3.10 કરોડના ખર્ચે સોરઠિયાવાડી ગાર્ડનનું નવીનીકરણ સહિતના કામની દરખાસ્તો સોખડામાં નવી એનિમલ હોસ્ટેલ, રેસકોર્સ ફરતે અગાઉ દિવાળી…

કાલે નવા શાસકોની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ : રૂ.3.10 કરોડના ખર્ચે સોરઠિયાવાડી ગાર્ડનનું નવીનીકરણ સહિતના કામની દરખાસ્તો

સોખડામાં નવી એનિમલ હોસ્ટેલ, રેસકોર્સ ફરતે અગાઉ દિવાળી કાર્નિવલ વખતે મુકાયેલી ડેકોરેટિવ લાઇટ કાયમ માટે ફીટ કરવી, લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં.1થી7માં નવા નાલા બનાવવા સહિતના કામના લેવાશે નિર્ણય

રાજકોટ મનપામાં લગભગ ત્રણેક મહિના પછી આવતીકાલે નવા શાસકોની પ્રથમ સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગ મળવાની છે. વિવિધ કામની 24 દરખાસ્તોનો એજન્ડા આજે પ્રસિધ્ધ થયો હતો. મહત્વની દરખાસ્તોમાં શેઠ હાઇસ્કુલ સામે નવો કોમ્યુનિટી હોલ, સ્ટાફ ક્વાર્ટરની સુવિધા સાથે નવુ ફાયર સ્ટેશન બનાવવાની દરખાસ્ત આવી છે.

આ ઉપરાંત સોરઠિયાવાડી ચોકમાં આવેલા ગાર્ડનનું નવીનીકરણ, સોખડામાં નવી એનીમલ હોસ્ટેલ, રેસકોર્સ રિંગરોડ ફરતે અગાઉ દીવાળી કાર્નિવલ વખતે મુકવામા આવી હતી તેવી જ ડેકોરેટિવ લાઇટ કાયમ માટે ફીટ કરવી, લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં.1થી7માં નવા નાલા બનાવવા સહિતના કામનો નિર્ણય લેવામા આવશે. મોટાભાગની દરખાસ્ત જૂના પદાધિકારીઓના કાર્યકાળ દરમિયાન તૈયાર થઇ ચુકી હતી. પરંત ચુંટણીની આચારસંહિતા આવી જતા બ્રેક લાગી હતી અને એ પછી પણ નવા શાસકોની નિમણુંકમાં વિલંબ થતા હવે દરખાસ્તોનો એકસાથે ઘાણવો કાઢવામા આવી રહ્યો છે.

શેઠ હાઇસ્કુલ સામે પારડી રોડ પર નિર્માણ થનાર કોમ્યુનિટી હોલ બે માળનો બનાવવામા આવશે. તેના માટે રૂૂ.20.82 કરોડના ખર્ચનું એસ્ટિમેટ તૈયાર થયુ હતુ. પ્રથમ માળ નોન એસી અને બીજો માળ એસી બનશે. વિાળ પાર્કિંગ, ગ્રાઉન્ડ બન્ને માળે ક્ધયા અને વર પક્ષ માટેના રૂૂમ સહિતની સુવિધાઓ આપવામા આવશે. આ કામ માટે ચિત્રા ક્ધસ્ટ્રકશન અને આશિષ ક્ધસ્ટ્રકશન એમ બે એજન્સીએ ભાગ લીધો હતો. લોએસ્ટ ચિત્રા ક્ધસ્ટ્રકશને ટેન્ડર એસ્ટિમેટથી 2.55 ટકા ઓનમાં કામ કરવા ઓફર મુકતા તેમને કામ આપવા દરખાસ્ત મોકલવામા આવી છે.

પારડી રોડ પરનું ફાયર સ્ટેશન 7 માળનું બનશે, 2 BHKના 50 સ્ટાફ કવાર્ટર
શેઠ હાઇસ્કુલ સામેના પારડી રોડ પર 7480 ચો.મી.ના વિશાળ એરિયામાં ગ્રાઉન્ડ પ્લસ સાત માળનું નવુ ફાયર સ્ટેશન બિલ્ડીંગ બનાવવામા આવશે. ફાયર ફાયટરો, ડિઝાસ્ટરના અન્ય સાધનોના બાંધકામ ઉપરાંત ઉપરના માળે સ્ટાફ ક્વાટર બનાવવામા આવશે. કુલ 50 સ્ટાફ ક્વાર્ટર બનશે. જેમા ટુ બીએસકેનો ફ્લેટ હશે. આ પ્રોજેક્ટ માટે લોએસ્ટ ઓફર ટેન્ડર એસ્ટિમેટથી 8 ટકા ઓછા ભાવે કામ કરવાની ઓફર આપનાર આશિષ ક્ધસ્ટ્રકશન કંપનીને કામ આપવાની દરખાસ્ત તૈયાર થઇ છે.

રેસકોર્સ રિંગ રોડને વધુ ઝગમગતો કરવા ખર્ચાશે રૂ.2.88 કરોડ
દીવાળી કાર્નિવલ વખતે રેસકોર્સ રિંગરોડને જે રીતે રોશનીના વાઘા પહેરવામા આવ્યા હતા તેવી જ રંગરેબંગી એલઇડી ડેકોરેટીવ લાઇટ કાયમી માટે સેન્ટ્રલ લાઇટીંગ પોલ પર મુકવામા આવશે. ગત નાણાકીય વર્ષના બજેટમાં મુકાયેલી આ યોજના ચાલુ નાણાકીય વર્ષમાં હાથ પર લેવામા આવી છે. ડેકોરેટિવ લાઇટ માટે સુરતની ન્યુ વોટર વલ્ડ પ્રા.લી. નામની એજન્સીને રૂ.2.88 કરોડના ખર્ચે આ કામ આપવા માટે આવતીકાલની સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગમાં નિર્ણય લેવાશે.

રજૂ થયેલા અન્ય કામની દરખાસ્ત
વોર્ડ નં.4મા જુદી જુદી સોસાયટીમાં પેવીંગ બ્લોક નાખવા
શહેરમાં અર્બન ગ્રીનીંગ પોલીસી તૈયાર કરવી
આમ્રપાલી અને રેલનગર અન્ડરબ્રિજમાં વરસાદી પાણીના નિકાલ માટે પમ્પીંગ સ્ટેશનના મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવો
વોર્ડ નં.6, 4, 5 અને 15માં સુલભ શૌચાલય બનાવવા
વોર્ડ નં.18માં સુમંગલ, બાલાજી, ન્યુ સોમનાથ, એટલાસ, ધ્વની, ક્લાસિક સહિત વિવિધ ઔદ્યોગિક વસાહતમાં મેટલ રોડ બનાવવા