મારવાડી યુનિ.માં બે વિદ્યાર્થીના આપઘાત મામલે ABVP-NSUIનો ઉગ્ર વિરોધ

  રાજકોટની મારવાડી યુનિવર્સિટી કેમ્પસમાં ટુંકા ગાળામાં બે વિદ્યાર્થીઓના આપઘાતની અત્યંત ગંભીર અને દુ:ખદ ઘટનાઓ સામે આવી છે. જેમાં 19 સપ્ટેમ્બરે યુનિવર્સિટીની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીનીના…

 

રાજકોટની મારવાડી યુનિવર્સિટી કેમ્પસમાં ટુંકા ગાળામાં બે વિદ્યાર્થીઓના આપઘાતની અત્યંત ગંભીર અને દુ:ખદ ઘટનાઓ સામે આવી છે. જેમાં 19 સપ્ટેમ્બરે યુનિવર્સિટીની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીનીના મૃત્યુ બાદ 25 સપ્ટેમ્બરે હેમંત ગંધમ નામના વિદ્યાર્થીનું યુનિવર્સિટી કેમ્પસમાં છઠ્ઠા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. આ સતત બનેલી ઘટનાઓને પગલે વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષા માટે અગ્રણી વિદ્યાર્થી સંગઠનો એબીવીપી અને એનએસયુઆઇ દ્વારા આ ઘોર લાપરવાહી સામે યુનિવર્સિટી પ્રસાસન સામે આક્રોસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

આજે એનએસયુઆઇ દ્વારા આ બાબતે કલેકટર સમક્ષ તપાસની માંગ કરવામાં આવી છે જયારે એબીવીપી દ્વારા મોટી સંખ્યામાં મારવાડી યુનિવર્સિટીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે રાજકોટ જિલ્લા NSUI દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવાયુ હતું કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરવામાં આવે છે.

મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલ તથા સમગ્ર કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જરૂૂરી સેફ્ટી ગ્રિલ, રેલિંગ, બાલ્કની અને ઊંચાઈવાળા વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થા પૂરતી છે કે નહીં તેની તાત્કાલિક તપાસ કરવામાં આવે સાથે જ હોસ્ટેલ અને કેમ્પસમાં કાર્યરત સિક્યોરિટી સિસ્ટમ, સીસીટીવી કેમેરા, પ્રવેશ-બહારની વ્યવસ્થા તથા સુરક્ષા કર્મચારીઓની ફરજ અને જવાબદારી અંગે પણ વહીવટી તપાસ કરવામાં આવે.

આ ઉપરાંત, વિદ્યાર્થીઓ પર શૈક્ષણિક, વહીવટી, હોસ્ટેલ અથવા અન્ય કોઈ પ્રકારનું અયોગ્ય દબાણ કે માનસિક પ્રેશર તો નથી ને, તે અંગે પણ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સંબંધિત સ્ટાફના નિવેદનો લઈ તટસ્થ તપાસ કરવામાં આવે તેવી ગજઞઈંની માંગ છે. હેમંત ગંધમના મૃત્યુનું કારણ હાલ તપાસ હેઠળ હોવાથી કોઈ વ્યક્તિ કે સંસ્થાને પૂર્વગ્રહપૂર્વક જવાબદાર ઠેરવવાને બદલે સત્ય બહાર આવે તે માટે પારદર્શક તપાસ જરૂૂરી છે.

રાજકોટ જિલ્લા ગજઞઈંનું સ્પષ્ટ કહેવું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સ્વીકાર્ય નથી. સમગ્ર મામલામાં સત્ય બહાર આવે, જવાબદારી નક્કી થાય અને રાજકોટની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત વાતાવરણ મળે તે માટે NSUI લોકશાહી અને બંધારણીય રીતે પોતાની રજૂઆત ચાલુ રાખશે.