ટી-20 મુંબઇ લિગમાં અભિષેક નાયર-પારસ મ્હામ્બ્રે મેન્ટર

26 મેથી 8મી જૂન દરમિયાન રમાશે ટી-20 મુંબઇ લિગ મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA) દ્વારા છ વર્ષના વિરામ બાદ 26 મેથી આઠમી જૂન વચ્ચે ટી-20 મુંબઈ…

26 મેથી 8મી જૂન દરમિયાન રમાશે ટી-20 મુંબઇ લિગ

મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA) દ્વારા છ વર્ષના વિરામ બાદ 26 મેથી આઠમી જૂન વચ્ચે ટી-20 મુંબઈ લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટુર્નામેન્ટની આઠ ટીમ માટે 2800 ક્રિકેટર્સે નોંધણી કરાવી છે. સાતમી મેએ આ પ્લેયર્સમાંથી ઑલમોસ્ટ 240 જણને ખરીદવામાં આવશે.આ સીઝનમાં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર્સ તથા કોચિંગ સ્ટાફનો ભાગ રહેલા બે ક્રિકેટ સ્પેશ્યલિસ્ટ પણ મેન્ટરની ભૂમિકામાં જોવા મળશે. અભિષેક નાયર મુંબઈ સાઉથ સેન્ટ્રલ મરાઠા રોયલ્સ અને પારસ મ્હામ્બ્રે એ.આર.સી.એસ. અંધેરીની ટીમના પ્લેયર્સને માર્ગદર્શન આપશે. લીગમાં કોચિંગ લાઇન-અપમાં મુંબઈનાં કેટલાંક સૌથી અનુભવી નામોનો સમાવેશ થાય છે જેમાં ઓમકાર સાલ્વી, રાજેશ પવાર, અતુલ રાનાડે અને પ્રવીણ તાંબે અલગ-અલગ ટીમ માટે મુખ્ય કોચની ભૂમિકામાં જોવા મળશે.